Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

હિરેન રાવલ દ્વારા મહારકતદાન કેમ્પ

શહેર યુવા ભાજપ કોષાઘ્યક્ષ હિરેન રાવલની એક અખબારી યાદીમાં જણાવાયુ છે કે મહાકાલ મારબલના નેૈનેશભાઈ રાવલના જન્મદિવસ તેમજ મહાકાલ મારબલને ર વર્ષ  પૂર્ણ થવા નિમિતે 'રકતદાન એ મહાદાન' ના મંત્રને સાકાર કરવાના ભાગરૂપે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને સુપ્રસિઘ્ધ સાહીત્યકાર દેવાયતભાઈખવડની વિશેષ ઉપસ્થિતિમાં મહારકતદાન કેમ્પ યોજાયો  હતો. આ રકતદાન કેમ્પમાં ૩૦૦ થી વધારે બોટલ રકત એકત્ર કરાયું હતું. આ રકતદાન કેમ્પમાં શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, ડે. મેયર અશ્વીનભાઈ મોલીયા, યુવા ભાજપના પ્રમુખ પ્રદીપ ડવ, હીરેન રાવલ, નૈનેશભાઈ રાવલ, વોર્ડ નં.૬ના પ્રમુખ ઘનશ્યામ કુંગશીયા, હીતેશ મારૂ, સમીરભાઈ ખીરા, કીશન ટીલવા, સહીતના ઉપસ્થિત રહયા હતા. અને આ સેવાકાર્યને બીરદાવ્યુ હતું અને આયોજકોને શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા તેજશ પ્રજાપતી, કીશોરભાઈ વાળા, રમીદ સોલંકી, સુરેશભાઈ ચંદારાણા, રજત રાવલ સહીતનાઓએ જહેમત ઉઠાવી હતી.

(3:48 pm IST)