Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

છારોડી ગુરૂકુલના સંતોને ગોમય દિવડા ભેટ

રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરીયાની પ્રેરણાથી આ વર્ષે ગૌમાતાના ગોબરમાંથી બનેલ દિવા સર્વત્ર પ્રગટે તે હેતુથી 'કામધેનુ દિપાવલી અભિયાન' શરૂ કરાયુ છે. જેના ભાગરૂપે છારોડી ગુરૂકુલના સાધુ સંતોની શુભેચ્છા મુલાકાત લઇ ગોમય દિવડાની કીટ ભેટ અપાઇ હતી. આ અભિયાનની વિગત જાણી પૂ. સ્વામી પરમાત્માનંદજી, પૂ. આચાર્ય અવિચલદાસજી મહારાજ, પૂ. માધવપ્રિયદાસજી, પૂ. ક્રિષ્ન મણીજી, પૂ. વિશ્વેશ્વરાનંદજીએ પ્રસન્નતા વ્યકત કરી અભિયાનને સમર્થન આપેલ. આ શુભેચ્છા મુલાકાતમાં ડો. વલ્લભભાઇ કથીરીયા સાથે મિતલ ખેતાણી, સુનીલ કાનપરીયા, રાહુલ શેઠ વગેરે સાથે જોડાયા હતા.

(3:47 pm IST)