Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

યુનિ. રોડ પરની નિલ્સ ગ્રીન એવન્યુ સોસાયટીનો કોમન પ્લોટમાં પ્રસંગો માટે પૈસા ઉઘરાવાતા વિવાદ

હોદેદારોએ તાનાશાહી રીતે નિર્ણયો લીધા હોવાનો રહેવાસીઓનો આક્ષેપ

રાજકોટ તા. ૧૧ :.. શહેરનાં યુનિવર્સિટી રોડ પર આવેલ નિલ્સ ગ્રીન, એવન્યુ સોસાયટીનો કોમન પ્લોટમાં  પ્રસંગો ઉજવવા માટે રહેવાસીઓ પાસેથી સોસાયટીનાં હોદેદારો પૈસા ઉઘરાવતા હોવાનો આક્ષેપ રહેવાસીઓએ કરતાં આ મુદ્ે વિવાદો સર્જાયા છે.

આ અંગે અનિલભાઇ ઉપાધ્યાય નામનાં સોસાયટીનાં રહેવાસીએ ઉઠાવેલી ફરીયાદમાં આક્ષેપો કર્યા છે કે સોસાયટીના વર્તમાન હોદેદારો ગેરકાયદે રીતે બની બેઠેલા છે.

રહેવાસીઓ પાસેથી રૂ. ૪૦૦૦ હજારનાં ઉઘરાણા કર્યા છે. તેનો હીસાબ અપાયો નથી.

એટલું જ નહી, સોસાયટીના કોમન પ્લોટમાં જો કોઇ રહેવાસીઓ પ્રસંગ ઉજવે તો તેની પાસેથી પૈસા પણ લેવામાં આવે છે.

આમ સોસાયટીનાં વર્તમાન હોદેદારો રહેવાસીઓને ભારે કનડગત કરતાં હોઇ આ બાબતે તંત્ર વાહકો તપાસ કરાવીને યોગ્ય પગલા લ્યે તેવી માંગ અરજદાર અનિલભાઇ ઉપાધ્યાયે ઉઠાવી છે.

(3:43 pm IST)