Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ઉદિત અગ્રવાલની લાગણીથી છલકતી અપીલ

દિપાવલી ઉજવજો, પણ તકેદારી રાખજો

ફટાકડા મેદાનમાં ફોડવા હિતાવહ : ઠંડાપીણા - સેકરીનના મુખવાસના ઉપયોગને ટાળો : મ્યુ. કમિશનરનો શહેરીજનોને અનુરોધ

રાજકોટ તા. ૧૧ : વિક્રમ સવંત ૨૦૭૬ ના વિદાય અને ૨૦૭૭ નો આગમનને આવકારવા વર્ષનો સૌથી મોટા તહેવાર દિવાળી નવુ વર્ષ આનંદ, ઉત્સાહ, શુભેચ્છા અને આશિર્વાદનો માહોલ. આ તહેવારમાં ફટાકડા, ખાણીપીણી  એકબીજાને સાથે મળવાનો તહેવાર છે.

આ તહેવારમાં દરેક શહેરીજનોની નૈતિક તથા સામાજીક જવાબદારી બને છે. કે આપણા શહેરની કોરોનાની સંક્રમણની સુધરતી પરિસ્થિતિ ને જાળવી રાખીએ. આ તહેવાર દરમ્યાન સમજદારી, સાવચેતી અને સલાહ (ગાઇડલાઇન) ચુકી જઇશુ તો સંક્રમણના ગંભીર પરિણામોનું નિર્માણ થઇ શકે છે.  આ તહેવારોમાં દરેક શહેરીજનોને S - સોશીયલ ડીસ્ટનસીંગ M- માસ્ક S- સેનીટાઇઝરને ફરજીયાત અને ચુસ્તપણે અપનાવવા મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે અપીલ કરી છે. વિશેષમાં નીચે દર્શાવેલી વિગતોએ દરેક શહેરીજનો અમલ કરે તે આવકાર્ય છે.

ફટાકડા અને તકેદારી

. ફટાકડાના ઉપયોગની થતા ધુમાડાની યોગ્ય તકેદારી ન રાખવામાં આવે તો આરોગ્ય માટે નુકશાનકારક છે.

. નાના બાળકો, સર્ગભામાતા, વૃદ્ઘોએ ફટાકડા ફોડવા હિતાવહ નથી. તેમજ  ફટાકડાના ધુમાડાથી દૂર રહેવું.

. શ્વસનતંત્રના રોગ, તાવ, શરદી, અન્ય લાંબી બિમારીથી પીડીત કે સર્જરી કરાવેલ લોકોએ ફટાકડા ફોડવા સલાહભર્યા નથી.

. હોમ આઇસોલેટ / કવોરેંન્ટાઇન કોરોના દર્દીઓએ ફટાકડા ફોડવા હિતાવહ નથી.

. ફટાકડા ફોડતી વખતે સુતરાઉ, આખુ શરીર ઢંકાઇ જાય તેવા કપડા, માસ્કનો ઉપયોગ કરવો.

. ફટાકડા ફોડતી વખતે સેનીટાઇઝરનો ઉપયોગ ન કરવો કે બાજુમાં સેનીટાઇઝર ન રાખવું.

. ફટાકડા ફોડવાના જાહેરનામા ને અનુસરીને મેદાનમાં ફોડવા હિતાવહ છે.

. ફટાકડા ફોડવાના સ્થળે પાણી ભરેલી ડોલ અચુક રાખવી.

નવું વર્ષની  ઉજવણીની તકેદારી

આપણી સામાજીક પરંપરા મુજબ નવા વર્ષની શુભેચ્છા અને આશિર્વાદ માટે શહેરીજનો કુટુંબ સાથે એકબીજા સગાસંબંધીના ધરે આ તહેવારમાં વધારેમાં વધારે જાય છે. જેમાં સમુહમાં લોકો મળે છે. હાથ મિલાવવા, ચરણસ્પર્શ કે ભેટવાથી સામાજીક અંતર જળવાતું નથી વધારેમાં વધારે જુદી જુદી જગ્યાએ સ્પર્શ કરવાથી કોરોના સંક્રમણ પ્રસરણ વધવાની દહેશત રહે છે. સાથે આ સમય દરમ્યાન એક કુટુંબમાંથી બીજા કુટુંબીજનો તેમજ એકબીજા સગા સંબંધીઓના ઘરે જવાના રીવાજમાં, નાસ્તો, પીણા, મુખવાસનો ઉપયોગ કરવાથી સંક્રમણ ફેલાવવાની શકયતા વધે છે.

આ તમામ આપણી પરંપરાઓમાં સુધારો અને સાવચેતી કોરોના સંક્રમણને ચોક્કસપણે અટકાવી શકે છે.

એકબીજાના ઘરે જાય ત્યારે શું તકેદારી રાખવી ?

. નાની ઉંમરના બાળકો, સગર્ભામાતા, વૃદ્ઘો, લાંબી બિમારીથી પીડીત લોકોએ એકબીજાની ઘરે જવાનું ટાળવું.

. હોમ આઇશોલેશન કે હોમ કવોરેન્ટાઇન થયેલ વ્યકિતઓએ બીજાના ઘરે જવું નહી કે હોમ આઇશોલેશન કે હોમ કવોરેન્ટાઇન થયેલ વ્યકિતઓના ઘરે જવું નહી.

. જેમને તાવ, શરદી ઉધરસ જેવા શ્વસન તંત્રના રોગના ચિન્હો હોઇ, તેમણે પણ સગાસંબંધીઓને મળવાનું ટાળવું.

. સગાસંબંધીને મળવા જઇએ ત્યારે માસ્કનો ઉપયોગ કરવો તથા સેનીટાઇઝરનો ઉપયોગ કરવો.

. કુટુંબીજનો કે વડીલોને મળીએ ત્યારે હાથ મિલાવવાનું, ચરણસ્પર્શ કરવું કે ભેટવાનું ટાળવું. શકય હોય તો માત્ર દૂરથી જ નમસ્કાર કરવા.

. શકય હોઇ તો સગાસંબંધીના ઘરે જતા પહેલા ફોન કરીને અથવા તો અગાઉથી સમય નક્કી કરીને જવું જેથી એક જ ઘરમાં સમુહમાં લોકો ભેગા ન થાય.

. દરેક લોકોએ ઘરમાં સેનીટાઇઝરનો ઉપયોગ દરેક મહેમાનો ને અચુક કરાવવો.

. સગાસંબંધીને મળેએ ત્યારે શકય હોઇ તેટલુ અંતર અચુક જાળવવીએ.

. આ વર્ષે કુટુંબીજનો ને શુભેચ્છા ભેટ તરીકે માસ્ક, સેનીટાઇઝર કે પલ્સ ઓકસીમીટરનો આવીષ્કાર આવકારદાયક રહે.

મુખવાસ

નવા વર્ષના દિવસે આપણી પરંપરા મુજબ મુખવાસ આપવાની પ્રથા છે. જેમાં ફેરફાર કરવો અતિ આવશયક અને આરોગ્યપ્રદ છે. જેમાં કલરવાળો, આર્ટીફીશીયલ સ્વીટનર વાળા મુખવાસનો ઉપયોગ ટાળવો.

.  મુખવાસ તરીકે તજ, લવીંગ, એલચી

.  તેમજ કાજુ, બદામ,પીસ્તા, અખરોટ જેવા ડ્રાયફ્રુટ,

.  આમળા, ખજુર, ખારેક, આદુ (સુંઠ),

.  સાદી વરીયાળી, તલ, ધાણાદાર, અળશીનો ઉપયોગ કરવો જોઇએ.

પીણા

મહેમાનોની આગતા સ્વાગતા માટે આપણી ઠંડાપીણા આપવાની પ્રથામાં ફેરફાર કરીને નીચે દર્શાવેલ આરોગ્યપ્રદ પીણાનો ઉપયોગ કરવો હિતાવહ છે. તેમજ આ માટે ડીસ્પોસેબલ ગ્લાસનો ઉપયોગ કરવો જરૂરી છે.

.  હળદરવાળું કે મસાલા વાળું ગરમ દૂધ

.  ગ્રીન ટી, મસાલા ચા કે કોફી

.  લીંબુ મધ

.  ઉકાળા

.  તાજો મોસંબી, સંતરાનો જયુસ કે નાળિયેર પાણી

.  સાદુ ગરમ પાણી

નાસ્તો

શકય હોય તો લાઇવ ગરમા ગરમ ઘરના નાસ્તા તરીકે નીચેના નાસ્તાનો ઉપયોગ કરી શકાય

.  ઢોકળા, ઉપમા, ઇડલી

.  ગોળની ચીકી

.  ફણગાવેલા કઠોળ

.       તાજા કાપેલ ફળોની ફ્રુટ ડીશ.

(3:42 pm IST)