Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ગ્રીન લેન્ડ ચોકડીથી કુવાડવા સુધીના જોખમકારક કારખાના ઉપર ત્રાટકતું જીપીસીબીઃ ત્રણ ટીમો ત્રાટકી

પ્રદુષણ બોર્ડ-ઇન્ડસ્ટ્રીઝ-હેલ્થ અને કોર્પોરેશનની ટીમોનું ઓપરેશન

રાજકોટ, તા., ૧૧: સરકારની ફાયર-એનઓસી અંગેની સુચના બાદ કલેકટરે આદેશો કરતા આજે બપોરે ૧ર વાગ્યાથી થોકબંધ કારખાનાઓમાં તપાસણી અર્થે ટીમો દોડી ગઇ છે.

આ અંગે વિગતો આપતા જીપીસીબીના અધિકારી શ્રી રાજેશ ચૌહાણે અકિલા સાથેની વાતચીતમાં બપોરે ર વાગ્યે જણાવ્યું હતુ઼ કે ગ્રીન્ડલેન્ડ ચોકડીથી કુવાડવા સુધીના મોટા જોખમકારક તમામ કારખાનામાં ચેકીંગ શરૂ કરાયું છે. કોઇ કારખાનાનું લીસ્ટ નથી. પરંતુ રેન્ડમલી ચેકીંગ શરૂ કરાયું છે. તેમાં ખાસ કરીને કેમીકલનું સ્ટોરેજ કરતા કારખાનાનું સ્ટોરેજ-ગોડાઉન-તેમજ ત્યાં પ્રોસેસ થાય છે કે કેમ ? તે ચકાસાઇ રહયું છે. આ ઉપરાંત ફાયર-એનઓસી છે કે કેમ? કામદારોની સુરક્ષા, ફાયર સેફટી અંગેની સુરક્ષા વિગેરે બાબતોની ચકાસણી થશે. કેટલા કારખાનામાં ચેકીંગ-શું વાંધાજનક મળ્યું તે અંગે સાંજે રીપોર્ટ આવશે. તેમણે જણાવેલ કે જીપીસીબી-ઇન્ડસ્ટ્રીયલ એન્ડ  હેલ્થ અને ન્યુ કોર્પોરેશન એમ ત્રણેય ડીપાર્ટમેન્ટની સંયુકત ટીમો દ્વારા ચેકીંગ થઇ રહયું છે. તેમણે  નિર્દેશ આપ્યો હતો કે શાપર-વેરાવળ, મેટોડા જીઆઇડીસી-લોઠડા વિગેરે ક્ષેત્રોમાં હવે ચેકીંગ થશે.

(3:39 pm IST)