Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

મ.ન.પા.મા ભળેલા પાંચ ગામોમાં ડ્રેનેજનો પ્રશ્ન હલ થશેઃ જયોત્સનાબેન

શહેરના વિવિધ વિસ્તારોના રૂ.૧૩.ર૧ કરોડના ખર્ચે ડ્રેનેજ લક્ષી જુદા-જુદા કામો મંજુર

રાજકોટ તા. ૧૧ :  શહેરીજનો માટે જુદા જુદા વિકાસ કાર્યો કરવામાં આવે છે તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૧૦ ના કોર્પોરેટર અને ડ્રેનેેજ કમિટી ચેરમેન જયોત્સનાબેન ટીલાળા જણાવે છે કે, ડ્રેનેજ વિભાગના જુદા જુદા કામો આજની સ્ટેન્ડિંગ કમીટીમાં મંજુર કરવામાં આવેલ છે.

આ અંગેની માહિતી આપતા ડ્રેનેજ કમીટી ચેરમેન જયોત્સનાબેન ટીલાળા જણાવે છેકે, ડ્રેનેજ વિભાગના રૈયા-૧, પોપટપરા નાનુ, અને મવડી તથા કોઠારીયા વિસ્તારના ૪ સુએઝ પમ્પીંગ સ્ટેશનોનોના ઓપરેશન અને મેઇન્ટેનન્સના કામો રૂ. ૬૮,પ૪,૪૩૩ લાખના ખર્ચે, વોર્ડ નં.૧,૯,૧૧ અને ૧રમાં પ્રાઇવેટાઇઝેશનથી ભુગર્ભ ગટરની ફરીયાદોનો નિકાલ કરવાની કામગીરી રૂ.૩૧,૦૭,પ૭૬ અને ડ્રેનેજ વિભાગના ર પુનીતનગર-૧ અને વાવડી ગેઇટ-ર સુએઝ પમ્પીંગ સ્ટેશનોના ઓપરેશન અને મેઇન્ટેનન્સ કામો માટે રૂ.૩ર,પ૧,પ૦૦ એમ કુલ મળી રૂ.૧૩.ર૧ કરોડના ડ્રેનેજ લક્ષી જુદા જુદા કામોને મંજુર કરવામાં આવેલ. એમ અંતમાં ડ્રેનેજ કમીટી ચેરમેન જયોત્સનાબેન ટીલાળાએ જણાવેલ.

(3:38 pm IST)