Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

દિવાળી અંતર્ગત 'ફટાકડાની લૂમ'નું વેચાણ કરી જાહેરનામાનો ભંગ કરનારા ર૭ વેપારી પકડાયા

રાજકોટ તા.૧૧ : દિવાળીના તહેવાર અંતર્ગત પોલીસે અલગ-અલગ સ્થળે પેટ્રોલીંગ દરમ્યાન સીરીઝમાં જોડાયેલા ફટાકડાનું વેચાણ કરી પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ કરનારા ર૭ વેપારી સામે કાર્યવાહી કરવામાં આવી છે.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે દિવાળીના તહેવાર અંતર્ગત લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરનારા અને સીરીઝમાં જોડાયેલા ફટાકડા (ફટાકડાની લુમ) નું વેચાણ કરનારા સામે કાર્યવાહી કરવા અંગે સુચના આપતા એ ડીવીઝન પોલીસ મથકના પીઆઇ સી.જી.જોષી સહિતા સ્ટાફે મોચી બજાર રોડ પર રેકડીમાં ફટાકડાની લુમનું વેચાણ કરનાર ઇમરાન રજાકભાઇ ભાડોલા, કેવલ મુકુંદભાઇ ખોલીયા, ફૈજુલા યુસુફઅલી લોટીયા, અલીહુસેન અબ્દુલ કાદરભાઇ કપાસી, ઇમરાન રજાકભાઇ ભાડોલા, બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ એમ.બી.ઔસુરા સહિતના સ્ટાફે જુદા-જુદા વિસ્તારમાંથી લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરનારા જસ્મીન જયસુખભાઇ સોઢા, પરેશ ગોરધનભાઇ કોડીયા, હિતેન્દ્ર વિજયભાઇ પરમાર, તથા પ્રનગર પોલીસ મથકના પીઆઇ એલ.એલ.ચાવડા સહિતના સ્ટાફે સદર બજાર તથા જંકશન પ્લોટ મેઇન બજારમાં સીરીઝમાં જોડાયેલા ફટાકડાનું વેચાણ કરનારા નરેશ તીરથદાસભાઇ માખેજા, અજીત ગોધુમલભાઇ આહુજા, રોહીત રમેશભાઇ ઠકરાર, અમીત રમેશભાઇ કાનાબાર, ગૌતમ શંકરલાલભાઇ ચંદનાણી, ચંદ્રકાંત ખુશીરામભાઇ રેલવાણી તથા માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ કે.એન. ભુડણ સહિતના સ્ટાફે માલવીયાનગર વિસ્તારમાં મયુર રસીકભાઇ પરસાણીયા, મહેશ પોપટભાઇ સભાયા, રાજદીપસિંહ ખુમાનસિંહ ડાભી, સુનીલ દામજીભાઇ રાઠોડ અને અલ્પેશ રમણીકભાઇ ગોટેચાને તથા આજીડેમ પોલીસ મથકના પીઆઇ વી.જે. ચાવડા સહિતના સ્ટાફે ફટાકડાની લૂમનું વેચાણ કરનારા અશ્વીન લક્ષ્મીશંકરભાઇ તેરૈયા જયદીપ મહેશભાઇ જાંબુડીયા, લક્ષ્મણ જીણાભાઇ કુમારખાણીયા, કિશોર મેઘજીભાઇ ભુતને, અને ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળા સહિતના સ્ટાફે ગાંધીગ્રામ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરનારા વાસુદેવ કિશોરભાઇ સિંધવ, મહાદેવ નારણભાઇ દુદકીયા, દીલીપ સવજીભાઇ ખાતરાણી, અને લાલા ઓઘળભાઇ કોરડીયાને પકડી લઇ જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.

(3:15 pm IST)