Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ ફરસાણ-મીઠાઇની ૬૧ દુકાનોમાં ચેકીંગ : ૪૦ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

ગુલાબ પાક, વત્સલ એવન સ્પેશિયલ સ્વીટ તથા ડ્રાયફૂટ એકઝોટીકાના નમૂના લેવાયા : પાંચ વેપારીને નોટીસ : ફૂડ શાખા દ્વારા કાર્યવાહી

રાજકોટ, તા. ૧૧ : મહાનગરપાલિકાની ફુડ વિભાગની કુલ - ૪ ટીમ દ્વારા દિવાળીના તહેવારને અનુલક્ષીને ડ્રાયફ્રુટ તથા મીઠાઇ ફરસાણનુ વેંચાણ બહોળા પ્રમાણમાં થતુ હોય, જાહેર જનતાને ભેળસેળરહિત આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી પેઢીના સ્થળ પર વપરાતા ખાધ્ય તેલની  વ્ભ્ઘ્  વેલ્યુ ચેક કરી તથા ફુડ બિઝનેશ ઓપરેટરોની ચકાસણી કરી નમુના લેવાની કામગીરી કરવામાં આવેલ છે. જેની વિગત આ મુજબ છે

નમુનાની કામગીરી

જે વેપારીઓને ત્યાંથી નમૂના લેવામાં આવેલ છે તેમાં  જય સિતારામ ડેરી એન્ડ નમકીન, મહાદેવવાડી મે. રોડ ખાતેથી ગુલાબપાક(લૂઝ), રાજેશભાઇ વાસાણી, ૧૦-ગોપાલનગર ખાતેથી વત્સલ એવન સ્પેશિયલ સ્વીટ(૧૦ કિ.ગ્રા.), અને ધારેશ્વર ડેરી ફાર્મ, કોટેચા ચોક ખાતેથી ડ્રાયફ્રુટ એકઝોટીકા (લૂઝ) નો સમાવેશ થાય છે.

ચેકીંગ ઝુંબેશ ની વિગત

ફૂડ વિભાગ દ્વારા ભગવતી ડેરી ફાર્મ, સંતકબીર રોડ ખાતે ચકાસણી કરવામાં આવેલ,જગદીશ ગાંઠીયા , સંતકબીર રોડ ખાતે વાસી મિઠાઇ ૫ કિ.ગ્રા નાશ કરવામાં આવેલ તેમજ ફુડ લાયસન્સ લેવા બાબતે નોટીસ આપેલ. શ્યામ ડેરી ફાર્મ, સંતકબીર રોડ ખાતે ચકાસણી કરવામાં આવેલ. રાધેશ્યામ ડેરી સંતકબીર રોડ ખાતે ચકાસણી કરવામાં આવેલ. પટેલ વિજય ફરસાણ સંતકબીર રોડ ખાતે છાપેલ પસ્તી ૨ કિ.ગ્રા. નાશ. જલારામ જનતા તાવડો સંતકબીર રોડ ખાતે છાપેલ પસ્તી ૪ કિ.ગ્રા તેમજ દાઝીયુ તેલ ૩ કિ.ગ્રા નાશ કરવામાં આવેલ. જય અંબે જાંબુ એન્ડ નમકીન મોરબી રોડ ખાતે ચકાસણી કરવામાં આવેલ. પટેલ ફરસાણ, શકિત સોસાયટી ખાતે વાસી મિઠાઇ ૪ કિ.ગ્રા નાશ કરવામાં આવેલ. રવેચી ડેરી ફાર્મ, શિવશકિત રોડ ખાતે ચકાસણી કરવામાં આવેલ. ખોડીયાર ડેરી ફાર્મ, મોરબી રોડ ખાતે લાયસન્સ અંગે નોટીસ આપેલ. શ્રી રામ ડેરી ફાર્મ, મોરબી રોડ ખાતે ચકાસણી કરવામાં આવેલ. મેતા સ્વીટ માર્ટ, રામનાથપરા પ્લોટ ખાતે છાપેલ પસ્તી ૪ કિ.ગ્રા નાશ કરેલ. શકિત સ્વીટ માર્ટ, રામનાથપરા પ્લોટ ખાતે છાપેલ પસ્તી ૩ કિ.ગ્રા નાશ કરેલ. શ્રી રામ સ્વીટ માર્ટ, રામનાથપરા પ્લોટ ખાતે ચકાસણી કરવામાં આવેલ. જય ભૈરવનાથ નમકીન સેન્ટર, રામનાથપરા પ્લોટ ખાતે ખુલ્લુ વાસી ફરસાણ ૩ કિ.ગ્રા નાશ કરાવેલ. શ્રી ગાયત્રી ડેરી ફાર્મ, રામનાથપરા પ્લોટ ખાતે ચકાસણી કરવામાં આવેલ. શ્રી રાધે શ્યામ ડેરી ફાર્મ, રામનાથપરા પ્લોટ ખાતે ચકાસણી કરવામાં આવેલ. બદરી બેકરી, રામનાથપરા પ્લોટ ખાતે લાયસન્સ અને ક્ષતિઓ અંગે નોટીસ આપેલ. શ્રી મહાલક્ષ્મી ડેરી ફાર્મ, ચકાસણી કરવામાં આવેલ. રાધેશ્યામ ડેરી ફાર્મ, સંતકબીર રોડ ખાતે ચકાસણી કરવામાં આવેલ. રાજેશ નમકીન સેન્ટર, સંતકબીર રોડ ખાતે ચકાસણી કરવામાં આવેલ. મહાકાળી ફરસાણ, ભગવતીપરા ખાતે ચકાસણી કરવામાં આવેલ. જય બાલાજી ફરસાણ, ભગવતીપરા ખાતે છાપેલ પસ્તી૫ કિ.ગ્રા. નાશ કરવામાં આવેલ. મધુર ફરસાણ, ભગવતીપરા ખાતે ચકાસણી કરવામાં આવેલ. ઝમઝમ બેકરી, ભગવતીપરા ખાતે નાનખટાઇ ૫ કિ.ગ્રા. નાશ કરવામાં આવેલ. ચામુંડા ફરસાણ એન્ડ સ્વીટ, ભગવતીપરા ખાતે ખુલ્લી વાસી મિઠાઇ ૨ કિ.ગ્રા. નાશ કરવામાં આવેલ. શ્રી ક્રિષ્ના ડેરી ફાર્મ, ભગવતીપરા ખાતે ચકાસણી કરવામાં આવેલ. શ્રી ચામુંડા ફરસાણ ભગવતીપરા  ખાતે લાયસન્સ અંગે નોટીસ. સિતારામ ડેરી ફાર્મ, ભગવતીપરા  ખાતે ચકાસણી કરવામાં આવેલ. ક્રિષ્ના ફરસાણ, ભગવતીપરા ખાતે  લાયસન્સ અંગે નોટીસ આપેલ. ખોડલ ડેરી ફાર્મ, મોરબી રોડ ખાતે ચકાસણી કરવામાં આવેલ. અમૃત ટેસ્ટ ફરસાણ એન્ડ સ્વીટ્સ નમકીન, રેલ્વે સ્ટેશન સામે, જંકશન રોડ ખાતે ચકાસણી કરવામાં આવેલ. ખોડીયાર ફરસાણ, રેલ્વે સ્ટેશન સામે, જંકશન રોડ ખાતે ચકાસણી કરવામાં આવેલ. જય જલારામ ડેરી ફાર્મ, રેલ્વે સ્ટેશન સામે, જંકશન રોડ ખાતે ચકાસણી કરવામાં આવેલ,  સ્વામિનારાયણ ફરસાણ, રેલ્વે સ્ટેશન સામે, જંકશન રોડ ખાતે ચકાસણી કરવામાં આવેલ, શિવ શકિત સ્વીટ એન્ડ ફરસાણ, રેલ્વે સ્ટેશન સામે, જંકશન રોડ ખાતે ચકાસણી કરવામાં આવેલ. શકિત ડેરી ફાર્મ, જંકશન પ્લોટ મે. રોડ ખાતે ચકાસણી કરવામાં આવેલ. વરિયા ફરસાણ, જંકશન પ્લોટ મે. રોડ ખાતે ખાદ્યતેલનું બોર્ડ લગાવવા નોટીસ આપેલ. રાધિકા ડેરી ફાર્મ, જંકશન પ્લોટ મે. રોડ ખાતે ચકાસણી કરવામાં આવેલ. જય જલારામ બેકર્સ, જંકશન પ્લોટ મે. રોડ ખાતે ચકાસણી કરવામાં આવેલ. ભગવતી ફરસાણ, જંકશન પ્લોટ મે. રોડ ખાતે ચકાસણી કરવામાં આવેલ. જય જલારામ બેકરી, સિંધી કોલોની મે. રોડ, ચકાસણી કરવામાં આવેલ. શિવ શંકર સ્ટોર, રેલનગર મે. રોડ ખાતે ચકાસણી કરવામાં આવેલ. શ્રી ભવાની સ્વીટ એન્ડ નમકીન, રેલનગર મે. રોડ ખાતે ચકાસણી કરવામાં આવેલ.  ગાયત્રી ડેરી ફાર્મ, રેલનગર મે. રોડ ખાતે ચકાસણી કરવામાં આવેલ. રાધિકા ડેરી ફાર્મ, રેલનગર મે. રોડ ખાતે ચકાસણી કરવામાં આવેલ. રવિરાંદલ ફરસાણ, સાધુવાસવાણીકુંજ રોડ, ખાતે ચકાસણી કરવામાં આવેલ. મહારાજ ફરસાણ, સાધુવાસવાણીકુંજ રોડ ખાતે ચકાસણી કરવામાં આવેલ. હરભોલે ફરસાણ, સાધુવાસવાણીકુંજ રોડ, ખાતે ચકાસણી કરવામાં આવેલ. શ્રી ગાયત્રી ડેરી ફાર્મ, રેલનગર મે. રોડ ખાતે ચકાસણી કરવામાં આવેલ. આ ઉપરાંત જલારામ ફરસાણ, પોપટપરા મે. રોડ ખાતે ચકાસણી કરવામાં આવેલ. શ્રી ગીરીરાજ ડેરી ફાર્મ, ચૌધરી હાઇસ્કુલ ચોક ખાતે ચકાસણી કરવામાં આવેલ. મધુભાઇ ગોરધનભાઇ ચેવડાવાળા, લીમડાચોક મે. રોડ ખાતે ચકાસણી કરવામાં આવેલ. ચોમેટ સેલ્સ (શિંગ), લીમડાચોક મે. રોડ ખાતે ચકાસણી કરવામાં આવેલ. રસિકભાઇ ચેવડાવાળા, લીમડાચોક મે. રોડ ખાતે ચકાસણી કરવામાં આવેલ, ગુરૂકૃપા પેંડાવાળા, લીમડાચોક મે. રોડ ખાતે ચકાસણી કરવામાં આવેલ, ખાવડાવાળા સ્વીટ્સ એન્ડ નમકીન, લીમડાચોક મે. રોડ ખાતે ચકાસણી કરવામાં આવેલ, જોકર ગાંઠીયા, ત્રિકોણબાગ, ખાતે ચકાસણી કરવામાં આવેલ. વરિયા ફરસાણ, લોધાવાડ ચોક ખાતે ચકાસણી કરવામાં આવેલ.

ફુડ શાખા દ્વારા  ખાદ્યચીજના  કુલ ૩ નમુના  લેવામાં આવેલ તથા ૬૧ પેઢીની ચકાસણી કરી જે પૈકી કુલ ૪૦ કિ.ગ્રા. બિનઆરોગ્યપ્રદ ખાદ્યચીજવસ્તુ (છાપેલ પસ્તી-૧૮ કિ.ગ્રા, વાસી મિઠાઇ-૧૬ કિ.ગ્રા., વાસી ફરસાણ-૩ કિ.ગ્રા., દાઝીયુ તેલ-૩ કિ.ગ્રા)નો નાશ, ૫  ફુડ બિઝનેશ ઓપરેટરોને નોટીસ આપેલ.

(3:14 pm IST)