Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

રૂ.૭ લાખ ૯૨ હજારનો ચેક પાછો ફરતાં કોર્ટમાં થયેલ ફોજદારી ફરીયાદ

રાજકોટ, તા.૧૧: રૂ.૭,૭૨,૯૦૦/નો ચેક રીટર્ન થતાં ગોડસન બેન્ડીંગ સીસ્ટમ પ્રા.લી.ની સામે રાજકોટ કોર્ટમાં ફોજદારી ફરિયાદ કરવામાં આવી છે.

રાજકોટમાં અટીકા ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલ જયશ્રી હાઇડ્રોલીક સીસ્ટમના પ્રોપરાઇટર કિશનભાઇઇ નલિનભાઇ હરસોરા કે જેઓ હાઇડ્રોલીક અને મિકેનીકલ મશીનરીનું ઉત્પાદન કરે છે તેઓની પાસેથી રાજકોટમાં અટીકા ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલ ગોડસન બેન્ડીંગ સીસ્ટમ પ્રા.લી.ના ડાયરેકટર પારસભાઇ ઇશ્વરભાઇ વાઘેલાએ, વેપારી સંબંધો તથા જ્ઞાતિ બંધુના હિસાબે ઉધાર માલ કે જેમાં મીકેનિકલ અન્ડરક્રેક શેરીંગ  મશીનો, મીકેનિકલ પ્રેસબ્રેક મશીનો વગેરે જેવી આઇટમો રૂ.૭,૭૨,૯૦૦/ની ખરીદી ઇન્વોઇસ બીલ મુજબ ઉધારમાલ ખરીદ કરેલ. જે અંગે ફરીયાદીના બુકસ ઓફ એકાઉન્ટ મુજબ ઉપરોકત રકમ કાયદેસરની લેણી બાકી નીકળતી રકમ ચુકવણી કરવા વાસ્તે રૂ.૭,૭૨,૯૦૦/નો ચુક લખી આપેલ, અને વિશ્વાસ, ખાત્રી અને બાંહેધરી આપેલ કે સદરહું ચેક બેંકમાં રજુ કર્યેથી પાસ થઇ જશે અને તમારી રકમ મળી જશે.

આમ વિશ્વાસ રાખીને, ફરીયાદી કંપનીએ આરોપી કંપની પાસેથી ચેક સ્વીકારેલ અને તેઓની સુચના અનુસાર ફરીયાદીએ બેંકમાં રજુ કરેલ. પરંતુ ઇન્સફીશ્યન્ટ ફન્ડસના કારણે ચેક બેંકમાંથી રીટર્ન થયેલ. જેથી કાયદા મુજબ તથા નિયમ મુજબ, સમય મર્યાદામાં ફરીયાદી કંપનીએ આરોપી કંપનીને તેમના એડવોકેટશ્રી હર્ષદકુમાર એસ. માણેક દ્વારા લીગલ ડીમાન્ડ સ્ટેચ્યુટરી નોટીસ આપેલ. જે નોટીસ મળી ગયેલ હોવા છતાં પણ તેનું પાલન કરેલ નહી કે રકમ ચુકવેલ નહી કે નોટીસનો જવાબ પણ આપેલ નહી. જેથી છેવટે ચેક રીટર્ન થવા સબબની ફોજદારી ફરીયાદ રાજકોટની ચીફ જયુડી.મેજી. કોર્ટમાં, (સ્પે.કોર્ટમાં) દાખલ કરેલ છે. આરોપીને હાજર થવા કોર્ટે યોગ્ય હુકમ કરેલ છે.

આ કામમાં ફરીયાદી - જયશ્રી હાઇડ્રોલીક સીસ્ટમના પ્રોપરાઇટર કિશનભાઇ નલિનભાઇ હરસોરા વતી રાજકોટના જાણીતા વિદ્વાન ધારાશાસ્ત્રી શ્રી હર્ષદકુમાર એસ. માણેક, ભરતભાઇ જોષી, મનીષભાઇ બી.ચૌહાણ, સોનલબેન ગોંડલીયા રોકાયેલ છે.

(3:11 pm IST)