Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

પડધરીમાંથી પકડાયેલ વિદેશી દારૂના જથ્થાના કેસમાં આરોપીઓના જામીન મંજૂર

રાજકોટ,તા. ૧૧: પડધરી વિસ્તારમાં  આવેલ કારખાનામાંથી વિદેશી દારૂના જંગી જથ્થા સાથે પકડાયેલ તમામ આરોપીઓના જામીન કરતો ગુજરાત હાઇકોર્ટ હુકમ કર્યો હતો.

પડધરી વિસ્તારમાં આવેલ રાધે કાઠીયાવાડી હોટલ પાસે કારખાનામાં વિદેશી દારૂનો  જંગી જથ્થો વેચાણ માટે કમલેશ ગુર્જર નામના મારવાડીના કબજા ભોગવટા વાળા કારખાનામાં પડેલ છે તેવી હકીકત મળતા પોલીસ દ્વારા સદરહું બનાવ મળી આવેલ જેથી પોલીસ દ્વારા પ્રોહી. એકટની કલમ ૬૫ (ઇ),૧૧૬ (બી), ૮૧ ના કામે પડધરી પોલીસે સ્ટેશન દ્વારા ગત તા. ૩૧/૭/૨૦૨૦ના રોજ આ કામના આરોપીઓ (૧) પપ્પુ રામેશ્વરભાઇ ગુર્જર, (૨) છાજુરામ પ્રસાદરામ ગુર્જર (૩) મુકેશભાઇ ગુર્જર (૪) રાજેન્દ્રપ્રસાદ ગુર્જરની ધરપકડ કરવામાં આવેલ હતી. અને જેલ હવાલે કરવામાં આવેલ હતો.

ત્યારબાદ આ કામના આરોપી વતી રોકાયેલા એડવોકેટ દ્વારા નામ. કોર્ટમાં જામીન અરજી ગુજારવામાં આવતા તેમાં આરોપીઓ વતી રોકાયેલા એડવોકેટ કરેલ દલીલો અને રજુ રાખેલ ગુજરાત હાઇકોર્ટ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલ સિધ્ધાંતો તથા વડી અદાલતના રજુ રાખેલ ચુકાદાઓ ધ્યાનમાં રાખી નામ. ગુજરાત હાઇકોર્ટે ઉપરોકત તમામ આરોપીઓને આ ગુન્હાના કામ સબબ જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ.સભાડ, રણજીત બી. મકવાણા, એમ.એન. સિંધવ રોકાયેલા હતા. તેમજ ગુજરાત હાઇકોર્ટમાં પ્રતિક વાય. જસાણી રોકાયેલા હતા.

(3:10 pm IST)