Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

જંગલેશ્વર વિસ્તારમાં હત્યાની કોશિષના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી રદ

રાજકોટ, તા. ૧૧ :  ખૂનની કોશીશના ગુન્હાના આરોપીની જામીન અરજીને સેસન્સ કોર્ટે ફગાવી દીધી હતી.

આ અંગેની વિગત એવી છે કે, તા. ૧૧-૧૦-૧૯ના રોજ જંગલેશ્વર મેઇન રોડ ઉપર રાધાકૃષ્ણનગર શેરી નં. ૧રમાં જેસીંગભાઇ ટપુભાઇ સેટાણીયાના દિકરા લાલજીને આરોપી આસીફ ઉર્ફ ગંધારો સુલેમાન સમા રહેવાસી જંગલેશ્વર વાળો તથા તેના અન્ય સાથી આરોપી એ તલવારથી ફરીયાદીના દિકરા લાલજીને મારમારેલ અને માથામાં તલવારના ઘા મારેલ અને ખૂનની કોશીશ કરેલ. આ ગુન્હામાં આરોપી આસીફ ઉર્ફે ગંધારાએ ચાર્જશીટ બાદ જેલમાંથી છુટવા સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરતા સરકાર પક્ષે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા હાજર થયેલ અને જામીન અરજીનો વિરોધ્ધ કરતા જણાવેલ કે આરોપીએ જાનથી મારી નાખવાની કોશીશ કરેલ છે. અને તલવારના ઘા માથામાં મારેલ છે. અને આ આરોપી ગુન્હાહીત ઇતિહાર ધરાવે છે. આ આરોપી ઉપર અગાઉ બળાત્કાર, મારમારીના અનેક ગુન્હાઓ નોંધાયેલ છે અને આવા આરોપીને જામીન આપવામાં આવશે તો ફરી આવા ગુન્હાઓ કરશે તેથી જામીન અરજી રદ કરવા જણાવેલ તે રજુઆતને ધ્યાને લઇ સેસન્સ જજ ડી.કે. દવે એ જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરીકે એ.પી.પી. મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતાં.

(3:09 pm IST)