Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

કલેકટર કચેરીનું જન સેવા કેન્દ્ર એટલે 'ખાટલે મોટી ખોટ': આવક ર હજાર તો રોજનો ખર્ચ ૧૦ હજાર !!

જન સેવા કેન્દ્રમાં થતી કામગીરી મામલતદાર કચેરીમાં પણ થાય છે તો દુર રહેતા લોકો શું કામ ધક્કા ખાય : માંડ ર થી પ અરજદાર આવે છેઃ કુલ ૧૯ માંથી ૧૪ બારી તો બંધ કરી દેવી પડીઃ ભારે ટીકા

રાજકોટ, તા., ૧૧: કલેકટર કચેરીમાં અંદાજે રર બારીઓ સાથેનું અને ૧૦૮ પ્રકારની કામગીરી માટે જનસેવા કેન્દ્ર બનાવાયું છે. પરંતુ આ જનસેવા કેન્દ્ર છેલ્લા ૩ મહીનાથી ધોળા હાથી સમાન એટલે કે ખાટલે મોટી ખોટ સમાન સાબીત થઇ રહયું છે.

અંદાજે રપ થી ૬૦ લાખના ખર્ચે આ જનસેવા કેન્દ્ર બનાવાયું છે. તેનો કોન્ટ્રાકટ જામનગરની એક કંપની પાસે છે. ૧૦૮ પ્રકારની કામગીરી માટે અરજદારો લાભ લઇ શકશે તેવી જાહેરાત થઇ હતી. બાળકો સાથે કોઇ અરજદાર આવે તો રમકડા સહીતની વ્યવસ્થા, મોટુ ટીવી સંપુર્ણ એસી, પીવાના પાણીની વ્યવસ્થા સહીતની સુવિધા વાળુ આ જનસેવા કેન્દ્ર સાવ સુમસામ ભાંસી રહયું છે.

કલેકટર કચેરીના જ એક કર્મચારીએ ટીકા સાથે જણાવ્યું હતું કે ધોળા હાથી સમાન આ કેન્દ્ર બની રહયું છે. રોજના માંડ ર થી પ અરજદારો આવે છે. દિવાળી છે એટલે ઓછા અરજદારો આવે છે. એવું નથી પણ પહલેા પણ આવું જ હતું. હાલ જનસેવા કેન્દ્રમાં પ ઓપરેટર, એક નાયબ મામલતદાર, એક પટ્ટાવાળા, સિકયુરીટી સહીત કુલ ૮ થી ૧૦નો સ્ટાફ છે. આ બધાનો પગાર, એસી, લાઇટ બીલ, સફાઇ વિગેરે જોઇએ તો રોજનો ૧૦ હજારનો ખર્ચ છે. તે સામે આવકના નામે માંડ ર થી રાા હજાર આવે છે. અરે અરજદારો ઓછા થઇ જતા કુલ ૧૯ માંથી ૧૪ બારી તો બંધ કરી દેવી પડી છે. સ્ટાફ કહે છે કે શું કરીએ કોઇ અરજદાર જ આવતું જ નથી.

અધુરામાં પુરૂ જનસેવા કેન્દ્રમાં રોજરોજ એક નાયબ મામલતદારનો વારો હોય છે. અને તે પણ મામલતદાર કચેરીમાંથી બોલાવાય છે. એના કરતા કલેકટર કચેરીમાં જ અમુક નાયબ મામલતદાર નવરારૂપ બેઠા હોય છે તેમને બેસાડાય તો સારૂ તેમ પણ ટીકા થઇ રહી છે.

(3:06 pm IST)