Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ખુદના વોર્ડ નં. ૯ માં કમલેશ મિરાણીનું રાષ્ટ્રભકિતથી છલકતુ સન્માન

રાજકોટ : શહેર ભાજપ પ્રમુખ તરીકે કમલેશ મિરાણી ફરી વખત આરૂઢ થતા તેમના ખુદના વોર્ડમાં પણ અનેરો ઉમંગ છવાયો હતો. ભાજપ કાર્યાલય ખાતે શુભેચ્છા સમારોહ નિપટાવી કમલેશભાઇ ઘરે જવા નિકળ્યા ત્યારે વોર્ડ નં. ૯ ખાતે પણ રાષ્ટ્રભકિતથી છલકતુ સન્માન વોર્ડવાસીઓએ કર્યુ હતુ. ઇન્દીરા સર્કલથી તેમના નિવાસ સ્થાન ભીડભંજન સોસાયટી સુધી ખુલ્લી જીપમાં શરણાઇના સૂર અને ઢોલ-મૃદંગના નાદ સાથે અીભવાદન કરાયુ હતુ. વંદે માતરમ અને ભારત માતાકી જયના નાદથી માર્ગો ગજાવાયા હતા. ઠેરઠેર ફુલહાર કરવામાં આવેલ. નિવાસ સ્થાને પહોંચતા તેમના ધર્મપત્નિ બીનાબેન મિરાણી અને પુત્રો મીહીર તથા રોહન તેમજ અન્ય પરિવારજનોની ઉપસ્થિતીમાં નાની બાળાઓના હસ્તે કુમકુમ તિલક કરી આવકાર અપાયો હતો. સમગ્ર સ્વાગત કાર્યક્રમની વ્યવસ્થા શહેર ભાજપ મંત્રી વિક્રમભાઇ પુજારાએ સંભાળી હતી. કાર્યક્રમમાં વોર્ડ નં. ૮ ના પ્રભારી નીતિન ભૂત, શહેર ભાજપ મંત્રી મહેશ રાઠોડ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, વોર્ડ નં.૧૭ ના પ્રભારી જીજ્ઞેશભાઇ જોષી, પૂર્વ કોર્પોરેટર પોપટભાઇ ટોળીયા, સ્થાનીક કાર્યકરો વોર્ડ પ્રમુખ પ્રદિપ નિર્મળ, વોર્ડ મહામંત્રી વિરેન્દ્ર ભટ્ટ, કોર્પોરેટર રૂપાબેન શીલુ, શીલ્પાબેન જાવીયા, કુલદીપસિંહ જાડેજા, મનીષ પટેલ, પ્રદીપ ધાધલ, વિજય સખીયા, આશીષ ભટ્ટ, કમલેશ શર્મા, જયસુખ કાથરોટીયા, જાગૃતિબેન ભાણવડીયા, દેવ્યાનીબેન માંકડ, રક્ષાબેન વાયડા, દક્ષાબેન વસાણી, જીતુભાઇ કાટોળીયા, મેઘરાજસિંહ ઝાલા, રમેશભાઇ કકકડ, અરવિંદભાઇ પરમાર, રાજેન્દ્રસિંહ હુડા, દીપક પટ્ટણી, નીરજ પંડયા, દેવ ગજેરા, પી. એમ. પટેલ, જગદીશભાઇ પટેલ, સુરેશ જલાલજી, રાજુભાઇ વાઢેર, સુનિલ ખાલપડા, રેખાબેન પુજારા, વિજય મકવાણા, હસુભાઇ રૂઘાણી, બલવંત કટેસીયા, વિશાલ કલોલા, જીતેન્દ્રભાઇ ઉપાધ્યાય, મેહુલ સબાડ, લાલાભાઇ ભરવાડ, વસ્તાભાઇ કોરાટ, સંજય ભાલોડીયા, દીનેશ જાવીયા, સતીષ વાઘાણી, ડો. નવલકુમાર શીલુ, પ્રફુલભાઇ માકડીયા, નારણભાઇ ચેતલીયા, અંકીત શેઠ, જગદીશભાઇ હરસોડા, પ્રકાશભાઇ પીઠવા તેમજ પરિવારજનો રાજેશભાઇ મિરાણી, દીનાબેન મિરાણી, મીલીન્દ મિરાણી ઉપસ્થિત રહ્યા હતા.

(3:05 pm IST)