Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

પોસ્ટ ખાતામાં દિવાળી આવી તેવુ જણાયું: ત્રણ દિવસથી દરરોજ ૭ થી ૮ હજાર ગ્રીટીંગ્ઝ-શુભેચ્છા કાર્ડનું વિતરણ

આજ બપોર બાદ મોટા હોલમાં શહેર-રાજય વાઇઝ પંડાલને બદલે બોકસ મૂકાશે

રાજકોટ તા. ૧૧ : પોસ્ટલ ખાતામાં દિવાળીનો માહોલ ૭ થી ૮ દિવસ પહેલા જામ્યો ન હતો, ડીજીટલ યુગમાં દિપાવલી ગ્રીટીગ્ઝ-શુભેચ્છા કાર્ડ જે આવવા જોઇએ તે નહિ આવતા કર્મચારીઓ પણ નિરાશ બન્યા હતા, પરંતુ તા.૮ મીથી પોસ્ટ ખાતામાં દિવાળી આવી હોય-તેમ ગ્રીટીંગ્ઝ-શુભેચ્છા કાર્ડના થપ્પા આવવાના શરૂ થતા કર્મચારીઓમાં ઉત્સાહનો માહોલ જામ્યો છે.

પોસ્ટલ ખાતાના કર્મચારી આગેવાનોએ ઉમેર્યું કે ૮ મીથી માહોલ જામ્યો છે, રોજના ૭ થી ૮ હજાર ગ્રીટીંગ્ઝ કાર્ડ આવી રહ્યા છે, અને જઇ રહ્યા છે, ગઇકાલે રાજકોટથી ૭ાા હજાર કાર્ડ ગયા હતા, આજે બપોર સુધીમાં ૪પ૦૦ મોકલાયા છે, તો બેદિ'થી રોજના ૭ થી ૭ાા હજાર કાર્ડ આવી રહ્યા છે, તેનું પોસ્ટ ઓફીસ વાઇઝ વિતરણ શરૂ થઇ ગયું છે.

આ વખતે પંડાલને બદલે મોટા બોકસ મૂકવાના છે, તે અંગે સૂત્રોએ જણાવેલ કે આજે બપોરે ૪ વાગ્યાથી મોટા હોલમાં શહેર વાઇઝ-રાજયો વોઇઝ મોટા બોકસ, મુકાઇ જશે, લોકો તેમાં ગ્રીટીંગ્ઝ કાર્ડ નાંખી શકશે, હાલ મોટી મોટી કંપનીઓના ૧ હજારથી વધુ કાર્ડ એકી સાથે આવી રહ્યા છે.

(3:04 pm IST)