Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

શાપર - વેરાવળ પાસે દારૂ ભરેલી કાર પકડાઇ : રૂરલ એલસીબીનો દરોડો

૧૦૮ બોટલ દારૂ અને કાર સહિત ૧.૫૦ લાખનો મુદ્દામાલ સાથે રાજકોટના યાજ્ઞીક ઉર્ફે રાધે કોલાદરાની ધરપકડ

તસ્વીરમાં પકડાયેલ શખ્સ કાર સાથે નજરે પડે છે.

રાજકોટ તા. ૧૧ : શાપર - વેરાવળના પડવલા ગામ પાસે રૂરલ ક્રાઇમ બ્રાંચની ટીમે દારૂ ભરેલી કાર પકડી પાડી રાજકોટના શખ્સની ધરપકડ કરી હતી.

મળતી વિગતો મુજબ રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. અજયસિંહ ગોહિલ તથા પી.એસ.આઇ. એચ.એમ.રાણા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે મળેલ બાતમીના આધારે શાપર - વેરાવળના પડવલા ગામ પાસે વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં નીકળેલ પોલો કાર નં. જીજે૦૩ડીજી - ૯૧૬૦ની તલાસી લેતા તેમાંથી જુદી-જુદી બ્રાન્ડનો દારૂ બોટલ નંગ ૧૦૮ કિં. ૫૦,૪૦૦ મળી આવતા ચાલાક યાજ્ઞીક ઉર્ફે રાધે ઉર્ફે બાઠીયો વાલજીભાઇ કોલાદરા રે. શિવનગર શેરી નં. ૪ રાજેશ્રી બજાજ શો-રૂમની બાજુમાં રાજકોટને કાર સહિત ૧.૫૦ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડી શાપર-વેરાવળ પોલીસના હવાલે કર્યો હતો.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના હેડ કો. રવિદેવભાઇ બારડ, જયેન્દ્રસિંહ વાઘેલા, અનીલભાઇ ગુજરાતી, મહિપાલસિંહ જાડેજા તથા પો.કો. પ્રકાશભાઇ પરમાર સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(3:03 pm IST)