Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

વિપક્ષ અને વિવેચકોના જુઠાણાને જનતાની લપડાક, ભાજપનો જયજયકાર : ચેતન રામાણી

રાજકોટ તા.૧૧ : પેટાચુંટણી પરિણામોમાં વિપક્ષો અને વિવેચકોના જુઠાણાને જનતાએ લપડાક મારી ભાજપનો જયનાદ ગુંજાવી દીધો હોવાનું ખુશી વ્યકત કરતા રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને ખેડુત નેતા ચેતન રામાણીએ જણાવ્યુ છે.તેઓએ જણાવ્યુ છે કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ઉપર જનતાને પુરો વિશ્વાસ બેસી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇના સુશાસનને પ્રતિપાદીત કરી લોકોએ ગુજરાતની આઠેય બેઠકોમાં ભાજપનો ભગવો લહેરાવી વિશ્વાસ સંપાદિત કર્યો હોવાનું ચેતન રામાણીએ જણાવેલ છે.

(3:02 pm IST)