Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

બાગાયતદાર ખેડૂતો માટે ૩૦મી નવેમ્બર સુધી આઈ ખેડૂત પોર્ટલની સેવાઓ ફરી શરૂ કરવામાં આવી

ઓનલાઈન અરજી કરી સાત દિવસમાં અરજી સાથે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા

રાજકોટઃ સરકારશ્રીના બાગાયત ખાતા દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૦-૨૧ માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ફરીથી બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ અંતર્ગત તા.૪ નવેમ્બર થી ૩૦ નવેમ્બર  સુધી સહાય શરૂ કરવામાં આવી છે.

આ સમયગાળામાં જે બાગાયતદાર ખેડૂતોએ વિવિધ દ્યટકોમાં સહાય લેવા માટે રસ ધરાવતા હોય તે અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨,૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, જે તે ઘટક માટે બાગાયત વાવેતરની પાણીપત્રક ( ૧૨ નંબર ) માં પાકી નોંધ, જાતિનું પ્રમાણપત્ર(અનુ. જાતિ), કવોટેશન એમ્પેનલ્ડ કંપનીનું, ટપકનો ટ્રાયલ રન રિપોર્ટ વગેરે માટે  જરૂરી સાધનિક કાગળોની નકલ સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨/૩ જીલ્લા સેવા સદન-૩, સરકારી પ્રેસની બાજુમાં - રાજકોટ ખાતે અરજી કર્યાના દિવસ ૭ સુધીમાં મોકલી આપવાના રહેશે. આ અંગે કોઈ પણ મૂંઝવણ હોય તો કચેરીના ફોન નંૅં-૦૨૮૧-૨૪૪૫૫૧૭ પર માહિતી મળી શકશે.

રાજય સરકારશ્રી ના આદેશ અનુસાર ઋતુ પ્રમાણે નિયત સમય મર્યાદામાં કામગીરી પુર્ણ કરવાની હોવાથી અરજી સમયસર આપવી જેથી મંજુરીની કાર્યવાહી આગળ કરી શકાય, આ સમય મર્યાદામાં જો કોઇ બાગાયતદાર ખેડૂત અરજીની પ્રિન્ટ સાથે રજૂ નહી કરે તો તેની અરજીની આગળની કાર્યવાહી થઇ શકશે નહી. તેમ નાયબ બાગાયત નિયામકશ્રી જી.જે.કાતરિયા ની યાદીમાં જણાવાયું છે.

(3:01 pm IST)