Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

કોર્પોરેશન ડ્રાઇવર એસોશિએશનની ઓફિસનું ઉદ્દઘાટન

રાજકોટઃ મ્યુનિસિપલ કોર્પોરેશન ડ્રાઇવર એશોશિએશનને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સેન્ટ્રલ ઝોન ખાતે ડ્રાઇવર એશોશિએશન યુનિયનની ઓફિસ ફાળવવામાં આવેલ છે. જેનું ઉદ્દઘાટન રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, પૂર્વ સ્ટે. કમિટી ચેરમેન તથા ડ્રાઇવર એશોશિએશનના પ્રમુખ પુષ્કરભાઇ પટેલના હસ્તે કરાવામાં આવેલ. આ પ્રસંગે શિશુ કલ્યાણ, ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ ચેરમેન રૂપાબેન શીલુ તથા ડ્રાઇવર એશોશિએશનના કાર્યકારી પ્રમુખ લક્ષ્મણભાઇ મઠીયા તથા ડ્રાઇવર એશોશિએશનના હરીશભાઇ યાજ્ઞિક, જાનીભાઇ, મહાવીરસિંહ, ઇમ્તિહાઝભાઇ, રમેશભાઇ રાઠોડ, અનિલભાઇ નિમાવત વિગેરે ઉપસ્થિત રહેલ તેમ એશોશિએશનનાં કાર્યકારી પ્રમુખ લક્ષ્મણભાઇ મઠીયાની યાદીમાં જણાવ્યું છે.

(3:01 pm IST)