Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

એવરેસ્ટ પાર્કના યુવાન રૂષભ મહેતાનું બેભાન હાલતમાં મૃત્યુ

રાજકોટ તા.૧૧: કાલાવડ રોડ પર જડ્ડુસ પાછળ એવરેસ્ટ પાર્કમાં રહેતો રૂષીરાજ (રૂષભ) ચંદ્રેશભાઇ મહેતા (વણિક) (ઉ.વ.૨૩) બિમારીને કારણે સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

રૂષભ એક બહેનથી મોટો હતો. હોસ્પિટલ ચોકીના એએસઆઇ દડુભાઇ ખાચરે જાણ કરતાં તાલુકા પોલીસે મથકના પીએસઆઇ  એ. જી. અંબાસણા અને લાલજીભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

પિતાની યાદ આવતાં બેડીપરાના રવિએ ઝેર પીધું

બેડીપરા ફાયર બ્રિગેડ પાસે વાલ્મિકીવાસમાં રહેતાં રવિભાઇ ચનાભાઇ ગોહેલ (ઉ.વ.૩૫)એ ઝેર પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં થોરાળા પોલીસને જાણ કરાઇ હતી. રવિભાઇ કચરા ગાડીમાં હેલ્પર તરીકે કામ કરે છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેણે કહ્યું હતું કે તહેવારના દિવસો હોઇ ત્રણ વર્ષ પહેલા ગુજરી ગયેલા પિતાની યાદ આવતાં ઝેર પી લીધું હતુ઼. સારવાર બાદ રાતે જ રજા અપાઇ હતી.

(12:45 pm IST)