Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

લોઠડા પાસેથી કારમાં 'દેશી'નો જથ્થો લઇ નીકળેલો રામદેવ ચોૈહાણ પકડાયો

આજીડેમના ઘનશ્યામસિંહ ચોૈહાણ અને યોગેન્દ્રસિંહની બાતમી

આજીડેમ ચોકડી માંડા ડુંગર પાસે ભીમરાવનગર ખોડિયાર ચોકમાં રહેતો રામદેવ ભરતભાઇ ચોૈહાણ (ઉ.૨૧) ઇકો કાર જીજે૦૩કેપી-૫૨૮૬માં રૂ. ૧૫ હજારનો ૧૫૦ લિટર દારૂ ભરીને લોઠડા ગામ દ્વારકાધીશ હોટેલ સામેના રોડ પરથી નીકળતાં આજીડેમના હેડકોન્સ. ઘનશ્યામસિંહ ચોૈહાણ તથા યોગેન્દ્રસિંહ ઝાલાની બાતમી પરથી તેને પકડી લઇ દારૂ, કાર મળી રૂ. ૨,૧૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ દારૂમાં સાલકડાના વનરાજ વીકમા અને ખોડિયારપરા આજીવસાહતના કાનજી મકવાણાના નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. એસીપી એચ. એલ. રાઠોડની સુચના અને પીઆઇ વી. જે. ચાવડાની રાહબરીમાં એએસઆઇ રવિરાજસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ચોૈહાણ, કાનજીભાઇ, યોગેન્દ્રસિંહ, રઘુવીરસિંહ, જયપાલભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

(12:44 pm IST)