Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

સમાધાનની શરત મુજબ સતીષભાઇ વિઠ્ઠલાણી પોતાના ખિસ્સામાંથી દાન આપશે કે ટ્રસ્ટમાંથી?

રાજકોટ, તા. ૧૦ :  પ્રવિણભાઇ કોટક અને સતીષભાઇ વિઠ્ઠલાણીના સંયુકત જૂથ તથા યોગેશભાઇ લાખાણીના મનાતા જૂથ વચ્ચે આજની વરણી સમિતિમાં પ્રમુખપદ માટે સર્વાનુમતી સધાઇ જાય તે માટે ગઇકાલે બંને જૂથ વચ્ચે ખાનગી બેઠક યોજાઇ ગઇ હોવાની ચર્ચા છે.

બેઠકમાં સમાધાનની જે શરતો નકકી થયાની ચર્ચા છે તેમાં અમદાવાદના પોશ વિસ્તારમાં મહાપરીષદની ઓફીસ માટે ૧ર૦૦ કે તેથી વધુ વારનો પ્લોટ લેવો અને  બાંધકામ કરવું. આ પ્લોટ-જગ્યાની ખરીદીમાં પ૦ ટકા જેટલો ફાળો કે જે અંદાજે બે કરોડ રૂપિયા જેટલો થાય છે તે સતીષભાઇ વિઠ્ઠલાણી આપશે તેવું નકકી થયાની ચર્ચા છે.

પરંતુ લોહાણા મહાપરીષદ સાથે સંકળાયેલા અમુક જ્ઞાતિશ્રેષ્ઠીઓમાં એવી ચર્ચા ચાલે છે કે મહાપરીષદ ભવન બનાવવાની જગ્યા માટેના પોતાના ભાગે આવતા અંદાજે ર થી ર.પ કરોડ રૂપિયા સતીષભાઇ વિઠ્ઠલાણી પોતાની પાસેથી પર્સનલી નહીં આપે, પરંતુ પોતે જેના મેનેજીંગ ટ્રસ્ટી છે તે મુંબઇના ખીમજી ભગવાનજી ટ્રસ્ટમાંથી આપે તેવી પણ શકયતા છે. અંતે વાહ-વાહ તો સહુ જાણે જ છે કે કોની થાય.!?

આ ઉપરાંતની શરતોમાં મહાપરીષદનું હેડ કવાર્ટર અમદાવાદ રાખવું, યોગેશભાઇ લાખાણીના જૂથના સભ્યોને હોદાઓ આપવા વિગેરેનો સમાવેશ થતો હોવાની ચર્ચા સાંભળવા મળે છે. નકકી થયેલી તમામ શરતોનું પાલન થશે કે નહીં તે પણ સૌથી મોટો સવાલ હોવાનું અમુક જ્ઞાતિ અગ્રણીઓ વચ્ચે ચર્ચા ચાલી રહી છે.

(11:37 am IST)