Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

મ્યુ. કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા પપ૮ શાળામાં ચેકીંગ

રાજકોટ તા. ૧૧ : ડેન્ગ્યુએ એડીસ મચ્છર દ્વારા ફેલાતો રોગ છે એડીસ મચ્છર ઘરમાં રહેલ પાણી સંગ્રહિત પાત્રો જેવા કે સિમેન્ટની ટાંકી, સિન્ટેક્ષની ટાંકી, બેરલ, કેરબા, પક્ષીકુંજ, ફ્રીજની પાછળ રહેલ ટ્ર્રે.મની પ્લાન્ટ બોટલ, ટાયર, ભંગાર તથા છોડના કુંડામાં સંગ્રહિત વધારાનું પાણી વગેરેમાં ઉત્પન્ન થાય છ.ે

એડીસ મચ્છરને સામાન્ય રીતે ૩૦ સે.ની આસપાસ તાપમાન તથા ૭૦ થી ૮૦ % ભેજવાળુ વાતાવરણ અનુકુળ હોય છે. સામાન્ય રીતે સપ્ટેમ્બરથી માસ દરમ્યાન મચ્છરને અનુકુળ તાપમાન અને ભેજ મળી રહેતા આ મહિનાઓમાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાતા હોય છે. પરંતુ ઠંડી પડવાની શરૂઆત થવાની તાપમાનમાં ઘટાડો થતા સુકા હવામાનને કારણે હાલ ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો નોંધાયેલ છે. જે અન્વયે મચ્છર જન્ય રોગચાળો અટકાવવા છેલ્લા એક માસ દરમ્યાન મહાનગરપાલિકાના ૧૮૯ મેડીકલ ઓફીસર, ૧૬ આરબીએસકે મેડીકલ ઓફીસરની ટીમ એફએચડબલ્યુ, જીએમએમ, મેલેરિયા સ્ટાફ ૧૭૦ મેલેરિયા સ્વયંસેવકો (૧ વર્કર દ્વારા સરેશાન દૈનિક અંદાજીત પ૦ ઘરોની મુલાકાત) ૧,૬૩,૭૮ ઘરોમાં મુલાકત કરી ૯પ૮૧ ઇરોમાં પોરા શોધી નાખવામાં આવેલ, જેમાં ટેમીફોશ લાર્વાસાઇડ નાખી અથવા પાત્ર ખાલી કરાવી પોરાનો નાશ કરવામાં આવેલ. ૩૮,૯પ૬ ઘરોમાં ફોગીંગની કામગીરી કરવામાં આવેલ કુલ ૬ર૭ નોટીસ આપવામાં આવેલ છે. ર૭૧ આશા બેહનો દ્વારા એક માસ દરમ્યાન (૧ વર્કર દ્વારા સરરાશ દૈનિક અંદાજીત પ૦ ઘરોની મુલાકાત) ર,૪૩,૦૭૬ ઘરો તપાસી ૭,૬૮,ર૮૭ જેટલા પાત્રોમાં દવા નાખેલ છ.ે ૭૯ શાળા સહિત બાંધકામ, મંદિર, હોસ્ટેલ, હોસ્પીટલ, સરકારી કચેરી, સેલર સહિત કુલ ૧રર૯ પ્રિમાઇસીસ તપાસવામાં આવેલ. આરબીએસકે ટીમ દ્વારા પપ૮ શાળાની મુલાકાત કરી ર૦૧૪ પાત્રો ચકાસવામાં આવેલ તથા ર,પ૯,૦૮ર વિદ્યાર્થી તથા ૬રર૧ શિક્ષકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું તેમ મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયું છે.

(3:56 pm IST)