Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

પટેલ સેવા સમાજ દ્વારા કેન્સર અંગે અવેરનેશ સેમીનાર

 હાલ સ્તન કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર જેવા ગંભીર રોગોનું પ્રમાણ વધ્યુ છે. ત્યારે મહિલાઓ થોડી જાગૃતિ કેળવી જાણકારી મેળવી આવા જોખમી રોગો સામે સાવધાન બની શકે તેવા હેતુથી પટેલ સેવા સમાજ દ્વારા કુંડારીયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશનના સહયોગથી કેન્સર અવેરનેશ શિબિર યોજવામાં આવી હતી. કુંડારીયા ફાઉન્ડેશનના પ્રોજેકટ ડાયરેકટર ડો. રાધિકાબેન જાવિયાએ કેન્સરને પ્રાથમિક તબકકે જ કઇ રીતે પકડી શકાય તેમજ તેના માટે શું કાળજી લેવી તે બાબતે જાણકારી આપી હતી. જાણીતા કેન્સર નિષ્ણાંત ડો. વિપુલ પટેલે લાઇફ સ્ટાઇલ બદલવા અંગે પ્રકાશ પાડયો હતો. નવજાત શિશુને સ્તનપાનની ઉપયોગીતાઓ જણાવી હતી.  એક માર્ગદર્શક પુસ્તીકાનું પણ અહીં વિતરણ કરવામાં આવેલ. આ શીબીર દરમિયાન સ્તન કેન્સરના નિદાન માટે થતો મેમોગ્રાફી ટેસ્ટ નિઃશુલ્ક કરી આપવામાં આવેલ. ઉપરાંત કેન્સર નિદાન માટે થતા પેપ સ્મીયર ટેસ્ટ માટે પણ રૂ.૩૦૦ નું અનુદાન આપવાની જાહેરાત કરાઇ હતી. આ તબકકે ઉપસ્થિત પટેલ સેવા સમાજ રાજકોટના ટ્રસ્ટી કિશોરભાઇ ઘોડાસરા તથા મનીષભાઇ ચાંગેલાએ આ પેપ સ્મીયર ટેસ્ટ માટેની બાકીની ફી પટેલ સેવા સમાજ તરફથી આપવાની જાહેરાત કરતા ૪૨૫ મહિલાઓની મેમોગ્રાફી તથા પેપ સ્મીયર ટેસ્ટ સંપૂર્ણ નિઃશુલ્ક કરી આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. બી. ટી. સવાણી કીડની હોસ્પિટલ દ્વારા સ્થળ પર જ તમામ ૪૨૪ મહિલાઓનો હિમોગ્લોબીન ટેસ્ટ કરાયો હતો. જેમનું હિમોગ્લોબીન નિર્ધારીત માત્રા કરતા ઓછુ જણાયું તેમને હોસ્પિટલ તરફથી જ સ્થળ પર દવાઓ આપવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન અંજુબેન કણસાગરાએ કરેલ. સ્વાગત પ્રવચન વિજયાબેન વાછાણીએ અને અંતમાં આભારવિધિ ચંદ્રિકાબેન ટીલવાએ કરેલ. આ કાર્યક્રમમાં ડો. વિપુલભાઇ પટેલ, ડો. રાધિકાબેન જાવિયા, કિશોરભાઇ ઘોડાસરા, જગદીશભાઇ પરસાણીયા, રમેશભાઇ ઘોડાસરા, મગનભાઇ વાછાણી, પીયુષભાઇ કણસાગરા, શાંતિભાઇ ફળદુ, કિશોરભાઇ કુંડારીયા, વિજયાબેન વાછાણી, હેતલબેન કાલરીયા, રાજેશ્રીબેન રોજીવાડીયા, ચંદ્રીકાબેન ટીલવા, ગીતાબેન ગોલ, જલ્પા પડસુંબીયા, હર્ષિદાબેન કાસુન્દ્રા, અંજુબેન કણસાગરા, રીટાબેન કાલાવડીયા, ગીતાબેન સાપરીયા, જાગૃતિબેન હુડકા, હર્ષાબેન કાલરીયા, નીતાબેન પરસાણીયા, ભારતીબેન કાલરીયા, કિરણબેન માકડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:36 pm IST)