Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

રાજકોટ જીલ્લા પોલીસ વડા બલરામ મીણાએ ધોરાજીમાં હિન્દુ-મુસ્લિમ આગેવાનોને એક મંચ પર બેસાડી એકતાના દર્શન કરાવ્યા

ધોરાજી,તા.૧૧: સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ અને ઈદે મિલાદુન્નબી તહેવારમાં માટે જિલ્લા પોલીસ વડા બલરામ મીણાં એ બંદોબસ્ત ગોઠવેલ બાદ શનિવાર અને રવિવાર બે દિવસ સુધી જિલ્લા પોલીસ વડાએ ધોરાજીમાં જ ધામા નાખી એલર્ટ રહ્યા બાદ રવિવારના રોજ ઇદે મિલાદુન્નબી ના પાવન પ્રસંગે ધોરાજીના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોને એક મંચ પર બેસાડી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા.

જેતપુરના ડેપ્યુટી એસ.પી સાગર બાગમાંર રાજકોટ રૂરલ એલસીબીના પીઆઇ રાણા નિવૃત પોલીસ ઇન્સ્પેકટર વિજય કુમાર જોશી પીએસઆઇ વસાવા વિગેરે સ્ટાફ સાથે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું તેમજ હિંદુ મુસ્લિમ આગેવાનો સાથે ફ્લેગ માર્ચ યોજી હતી બાદ રવિવારના રોજ ત્રણ દરવાજા ચોક ખાતે કોમી એકતા બેઠક યોજાઇ હતી

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા બલરામ મીણા એ સૌને આવકારતા જણાવેલ કે સમગ્ર દેશમાં રામ જન્મભૂમિ ના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાબતે ચર્ચા ચાલતી હતી અને શનિવારના રોજ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે તે ચુકાદો સમગ્ર ગુજરાતમાં અને દેશમાં તમામ સમાજ સર્વ માન્ય ગણી શાંતિથી એ ચુકાદાને સ્વીકારી લીધો છે ત્યારે ધોરાજીમાં પણ હિન્દુ મુસ્લિમ સમાજના બંને આગેવાનો તેમજ સમાજના લોકો દ્વારા પણ શહેરમાં સંપૂર્ણ શાંતિ જાળવી છે તે બદલ આપ સૌનો આભાર માનું છું

ધોરાજીમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના વરિષ્ઠ આગેવાનો પણ એક મંચ ઉપર બેસી ઇદે મિલાદુન્નબી નિમિત્ત્।ે એકબીજાને શુભેચ્છા પાઠવી કોમી એકતાના દર્શન કરાવ્યા તે બદલ પણ આપ સૌનો આભાર માનું છું

આ સાથે ધોરાજી વેપારી મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા એ પણ હિન્દુ મુસ્લિમ સમાજના તમામ લોકોનો આભાર માન્યો હતો અને જોશી એ પણ બન્ને સમાજ ને ભેગા કરવાનો પ્રયત્ન કર્યો છે તે બદલ ધોરાજી પોલીસ પરિવાર નો પણ આભાર માન્યો હતો

આ સાથે એડવોકેટ અને મુસ્લિમ સમાજના અગ્રણી હાજી અમીન નવી વાળાએ રામ જન્મભૂમિ ના ચુકાદા બાદ પોલીસની જે પ્રકારની કામગીરી છે તેને બિરદાવી હતી

ધોરાજીના શિક્ષણવિદ અને સરકારી વકીલ કાર્તિકેય મનોજભાઈ પારેખે જણાવેલ કે ભવિષ્યમાં આ પ્રકારની બન્ને સમાજના તહેવારો શાંતિપૂર્ણ ઉજવાઇ રહે અને કાયમી કોમી એકતાનો ભાઈચારો જળવાઈ રહે તેવી શુભેચ્છા પાઠવું છું

ધોરાજીમા આ કોમી એકતા બેઠકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગોંડલ જિલ્લાના કાર્યવાહ ચંદુભાઈ ચોવટીયા વિદ્યાર્થી ગુજરાત પ્રદેશના રણછોડભાઈ વદ્યાસિયા ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા શહેર ભાજપના પ્રમુખ હરસુખભાઇ ટોપિયા ધોરાજી નગરપાલિકાના પ્રમુખઙ્ગ ડી એલ ભાષા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ધોરાજી લાયન્સ કલબના પ્રમુખ ધીરેનભાઈ વૈષ્ણવ ભારત વિકાસ પરિષદના પ્રમુખ દલસુખભાઈ વાગડિયા ભાજપના અગ્રણી જયસુખભાઇ ઠેસિયા રાજુભાઈ પટેલ શિક્ષણવિદ અને સરકારી વકીલ કાર્તિકેય મનોજભાઈ પારેખ શું કરે સભ્ય અને એડવોકેટ દિલીપભાઈ જાગાણી સહિત હિન્દુ સમાજના આગેવાનો તેમજ મુસ્લિમ સમાજમાંથી હાજી ઇબ્રાહીમ કુરેશી નગરપાલિકા ના ઉપાધ્યક્ષ મકબુલભાઈ ગરાણા હાજી બાસીદ પાનવાલા એડવોકેટ અને મુસ્લિમ સમાજના અગ્રણી હાજી અમીન નવીવાલા જબ્બારભાઈ નાલબંધ સહિતના મુસ્લિમ સમાજના મોટાભાગના આગેવાનો આ બેઠકમાં જોડાયા હતા.

(3:34 pm IST)