Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ખોટી ફરીયાદ કરી ત્રાસ આપવા અંગે ૨૫ કરોડની નુકશાની વળતરનો દાવો રદ

રાજકોટ તા ૧૧  :  દસ વર્ષ પછી ખોઠી ફરિયાદ દાખલ કરી શારીરીક,માનસીક ત્રાસ આપનાર શખ્સ વિરૂધ્ધ રૂપિયા પચ્ચીસ કરોડની નુકશાની થયા અંગેનો વળતરનો દાવો કોર્ટે રદ કર્યો હતો.

આ કેસની ટુંકી હકીકત એવી છે કે, શ્રીનાથજી સ્પીટેક્ષ પ્રા.લી. કંપની કે જે ગોંડલ મુકામે આવેલ હોય તે કંપનીમાં વાદી આરતીબેનના પતિ જતીનભાઇ લક્કડ કે જેઓ સદરહું કંપનીમાં ડાયરેકટર તરીકે કંપનીનું અસ્તીત્વ આવ્યા બાદ દાખલ થયેલ હોય તે કંપનીની શરૂઆત રસીકભાઇ નરશીભાઇ માકણાએ કરેલ અને તેઓને દેનાબેંક, ગોંડલ બ્રાંચમાંથી લોન સવલત મેળવેલ અને તે તમામ રકમ તેઓ ઓળવી ગયેલ. પરંતુ વર્ષો પછી ખોટી તકરાર ઉત્પન્ન કરી ખોટી ફોજદારી ફરિયાદ દાખલ કરી જતીનભાઇ લક્કડને તથા તેના પરિવારજનોને ખુબજ શારીરીક, માનસિક ત્રાસ આપેલ અને રીવોલવોર રાખીને ધમકી આપેલ, જેનાથી જતીનભાઇ લક્કડ માનસિક અસ્વસ્થ અને બિમાર થઇ ગયેલ, જેથી જતીનભાઇ લક્કડના પત્નિ આરતીબેન લક્કડે રસીકભાઇ નરશીભાઇ મારકણાને નોટીસ આપેલ, તે નોટીસનો તેઓએખોટો પ્રત્યુતર પાઠવી મેટર ટ્વીસ્ટ કરવાનો પ્રયત્ન કરેલ, જેથી ના છુટકે જતીનભાઇ ોક્કડના પત્નિ આરતીબેને પ્રતિવાદી રસીકભાઇ નરશીભાઇ મારકણા વિરૂધ્ધ તેમનો પરિવાર રસ્તે રઝળતા થઇ ગયેલ હોય, જેથી રૂપિયા પચ્ચીસ કરોડનો વળતરનો દાવો કરેલ, જે દાવાની  હકીકત નામદાર અદાલતે ધ્યાને લઇને રસીકભાઇ નરશીભાઇ મારકણા વિરૂધ્ધ અરજન્ટ-શો-કોઝ નોટીસનો હુકમ કરેલ છે.

આ કામના વાદી આરતીબેન તરફે એડવોકેટ પરેશ મારૂ, દિલીપ ચાવડા અને મહેન ગોંડલીયા રોકાયેલ છે.

(3:30 pm IST)