Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ઈશ્વરીયા પાર્કમાં અદ્યતન બગીચાનું મેઈનટેનન્સ વન વિભાગે બંધ કર્યુઃ તંત્રે 'ટેન્ડર' બહાર પાડયું

કલેકટર તંત્ર વન વિભાગને દર મહિને સવા ત્રણ લાખ ચૂકવતું પણ હાલ હાથ ઉંચા કરી દિધા

રાજકોટ, તા. ૧૧ :. રાજકોટ કલેકટર તંત્રે બનાવેલા અદ્યતન ગાર્ડન ફલાવર વેલી, ઈશ્વરીયા પાર્કમાં આ મહિનાથી વન વિભાગે વિશાળ મોટા ગાર્ડન-બગીચાની રોજેરોજની જાળવણી-મેઈનટેનન્સ બંધ કરી દેતા તંત્રને દોડધામ થઈ પડી છે. ગાર્ડન સાવ સુકાઈ ન જાય, સ્વચ્છ, નયનરમ્ય રહે તે માટે ખાસ ટેન્ડર બહાર પાડવુ પડયુ છે.

વન વિભાગને કલેકટર તંત્ર દર મહિને સવા ત્રણ લાખ ચૂકવતુ હતુ પણ વન વિભાગે હવે હાથ ઉંચા કરી દેતા સીટી પ્રાંત-૧ કચેરીના પ્રાંત અધિકારી શ્રી ચૌહાણે ટેન્ડર બહાર પાડયુ છે અને ટેન્ડરની છેલ્લી તારીખ ૨૧ નવેમ્બર રખાઈ છે. જેમનો ઓછો ભાવ હશે તે કંપનીને - સંસ્થાને ગાર્ડનીંગ ફાળવી દેવાશે તેમ સાધનોએ કહ્યું છે.

(3:26 pm IST)