Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ભરવાડ સમાજના સમુહલગ્નમાં દિકરીઓને કરીયાવરમાં અપાશે રૂ.પ લાખનો વિમો

ટી.વી., સોના ચાંદીના દાગીના સહીતની વસ્તુઓ પણ અપાશે : ૨૦ જાન્યુઆરીએ ૧૦૧ યુગલોનો લગ્નોત્સવ

રાજકોટ તા. ૧૧ : ગોપાલક સમુહલગ્ન સમિતિ દ્વારા ૨૦ જાન્યુઆરીના ભરવાડ સમાજના સમુહલગ્નનું આયોજન કરાયુ છે. જેમાં ૧૦૧ યુગલો સમુહલમાં લગ્નગ્રંથીથી જોડાશે.

ભરવાડ સમાજના ધર્મગુરૂ મહામંડલેશ્વર પૂ. ઘનશ્યામપુરી બાપુ સહીતના સંતો મહંતો અને સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતીમાં પારીજાત પાર્ટી પ્લોટની બાજુનું મેદાન, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે યોજાનાર આ સમુહલગ્નમાં દરેક કન્યાને કરીયાવરરૂપે રૂ. ૫ લાખનો વિમો અપાશે. ઉપરાંત દાતાઓના સહયોગથી એલ.ઇ.ડી. ટી.વી., સોના ચાંદીના દાગીના, કબાટ, પથારી સેટ સહીતની થોકબંધ વસ્તુઓ અપાશે.

જોડાવા ઇચ્છુક ભરવાડ સમાજના દીકરા દીકરીઓના વાલીઓએ જન્મ તારીખનો દાખલો, રેશનકાર્ડ, આધાર કાર્ડ સહીતના પુરાવાઓ સાથે નામ નોંધાવી લેવા અનુરોધ કરાયો છે. વધુ માહીતી માટે હીરાભાઇ મો.૯૯૨૫૬ ૧૩૬૦૦, નારણભાઇ મો.૯૯૦૪૩ ૪૩૬૪૫, ભીખાભાઇ મો.૯૯૨૪૧ ૯૯૯૦૯, લીંબાભાઇ મો.૯૯૯૮૧ ૦૪૧૫૫ નો સંપર્ક કરવા જણાવાયુ છે.

સમુહલગ્નને સફળ બનાવવા હિરાભાઇ ઉકાભાઇ બાંભવા, નારણભાઇ ચનાભાઇ ટારીયા, ભીખાભાઇ લક્ષ્મણભાઇ પડસારીયા, રાજુભાઇ નોંધાભાઇ જુંજા, બીજલભાઇ રામજીભાઇ ટારીયા, લીંબાભાઇ ખેંગારભાઇ માટીયા, રમેશભાઇ તેજાભાઇ જુંજા, મનુભાઇ બચુભાઇ બાંભવા, ડાયાભાઇ ફકીરાભાઇ રાતડીયા, નાગજીભાઇ જીણાભાઇ ગોલતર, નારણભાઇ માંડણભાઇ વકાતર, રાજુભાઇ મેપાભાઇ ટોયટા, હરેશભાઇ મૈયાભાઇ ઝાપડા, ગોપાલભાઇ નરશીભાઇ ગોલતર, પ્રકાશભાઇ કુવરાભાઇ ઝાપડા, ગોપાલભાઇ મનુભાઇ સરસીયા, રાજુભાઇ ઘેલાભાઇ ઝાપડા, રૈયાભાઇ વેલાભાઇ ઝાપડા, ધીરજભાઇ મુંધવા, પરેશભાઇ સોરીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:24 pm IST)