Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

માધાપર પુલ પર હિટ એન્ડ રનઃ ગાંધીગ્રામના ભાવનાબેન વાઘેલા, પુત્ર અને પુત્રીને ઇજા

ભગવતીપરામાંથી માતાની ઘરેથી એકટીવામાં પરત આવતી વખતે બનાવ

રાજકોટ તા. ૧૧: માધાપર પુલ પર સાંજે અજાણી કારનો ચાલક એકટીવાને ઉલાળીને ભાગી જતાં એકટીવા ચાલક ગાંધીગ્રામ ઉદય હોલવાળી શેરીમાં રહેતાં ભાવનાબેન રવિભાઇ વાઘેલા (કોળી) (ઉ.૩૦) તથા સાથેની તેની દિકરી આયુષી (ઉ.૮) અને પુત્ર શિવમ્ (ઉ.૫)ને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અન્ય પુત્રી રિતીકા (ઉ.૧૫)નો બચાવ થયો હતો.

ભાવનાબેન સંતાનોને લઇ રવિવારે ભગવતીપરામાં માતા ભાનુબેન વાલજીભાઇ બાંભણીયાને ત્યાં બેસવા ગયા હતાં. ત્યાંથી પરત આવતી વખતે માધાપર ચોકડીથી મોરબી રોડ વચ્ચે સ્કૂલ નજીક અકસ્માત સર્જાયો હતો. ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:00 pm IST)