Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ખૂનના ગુનામાં જેલમાંથી ફરલો રજા પર છુટી ફરાર થયેલો કેદી પકડાયો

પેરોલ ફરલો સ્કવોડે રામનાથપરાના નિઝામ ઉર્ફ નાસિર તાયાણીને રાતે પોપટપરા નાલા પાસેથી પકડી લઇ પોપટપરા જેલમાં રજૂ કર્યો

રાજકોટ તા. ૧૧: રામનાથપરા-૧૨માં રહેતાં અને હત્યાના ગુનામાં હાલ રાજકોટ જેલમાં રખાયેલા નિઝામ ઉર્ફ નાસિર અબુભાઇ તાયાણી (ઉ.૫૧) નામના સુમરા પ્રોૈઢને જેલમાંથી ફરલો રજા મળી હોઇ બહાર આવ્યા બાદ આ રજા પુરી થયા પછી પણ જેલમાં હાજર ન થઇ ભાગતો ફરતો હોઇ તે ગઇકાલે રાજકોટમાં આવ્યાની બાતમી મળતાં પેરોલ ફરોલ સ્કવોડની ટીમે પકડી લીધો હતો.

નિઝામ ઉર્ફ નાસિરને હત્યાના ગુનામાં પાકા કેદી તરીકે પોપટપરા જેલમાં રખાયેલ છે. તેને તા. ૨૬/૧૦ના રોજ ૧૪ દિવસની પેરોલ ફરલો રજા મળતાં બહાર આવ્યો હતો. ગઇકાલે બપોરે બાર વાગ્યે રજા પુરી થતાં તેને પરત જેલમાં હાજર થવાનું હતું. પરંતુ હાજર ન થતાં તેની જાણ પેરોલ ફરલો સ્કવોડને થતાં તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન રાત્રીના એએસઆઇ જે. પી. મહેતા, કોન્સ. જયદેવસિંહ પરમાર, આર.સી. ભટ્ટ, મયુરસિંહ રાણા, ધીરેનભાઇ ગઢવીને ચોક્કસ બાતમી મળી હતી કે નિઝામ પોપટપરા નાલા પાસે છે. તેના આધારે પીએસઆઇ એમ.એસ. અંસાર, એએસઆઇ જે.પી. મહેતા, આર.સી. ભટ્ટ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, બકુલભાઇ વાઘેલા, બાદલભાઇ દવે, દિગુભા બી. જાડેજા, જયદેવસિંહ પરમાર, જયપાલસિંહ ઝાલા, ધીરેનભાઇ ગઢવી, કિશોરદાન ગઢવી, મયુરસિંહ ઝાલા, જગદીશભાઇ ગઢવી, મહમદઅઝહરૂદ્દીન બુખારી સહિતે પકડી લઇ જેલમાં રજૂ કર્યો હતો.

(12:58 pm IST)