Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

રાજકોટ યાર્ડ કપાસની ધૂમ આવકથી છલોછલઃ રેકર્ડ બ્રેક ૭૫ હજાર મણની આવક

આવક બંધ કરાઇઃ ખેડૂતોને એક મણના ૯૦૦ થી ૧૦૦૦ મળ્યા

રાજકોટ, તા.૧૧: રાજકોટ માર્કેટિંગ યાર્ડ માં ગઈકાલે કપાસની આવક કરવા દેવામાં આવી છે.  નવુ માર્કેટિંગ યાર્ડ બન્યા પછી કપાસની રેકોર્ડ બ્રેક આવક થઇ છે.

અત્યાર સુધીમાં કયારે પણ આટલા મોટા પ્રમાણમાં આવક જોવા મળી નથી આજે ૭૫ હજાર મણ કપાસ રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા ઠાલવી દેવામાં આવ્યો છે જયારે ભાવની વાત કરીએ તો સારો માલ ૯૦૦ રૂપિયા થી લઈ અને ૧૦૦૦ રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા વરસાદના કારણે જે કપાસ બગડી ગયો છે તેના ભાવ ૭૫૦ થી લઈ ૮૫૦ સુધી ના જોવા મળ્યાઙ્ગછે અને આજથી  અત્યારથી જ કપાસની આવક બંધ કરી દેવામાં આવેલ છે જયાં સુધી માર્કેટિંગ યાર્ડ દ્વારા બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ખેડૂતોએ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસ ભરીને લાવવો નહીં તેમ યાર્ડ એસોસીએશનના પ્રમુખ અતુલભાઇ કમાણીએ જણાવ્યુ હતું.

(11:33 am IST)