Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

રાષ્ટ્રીય પોસ્ટલ સપ્તાહ અન્વયે રાજકોટ હેડ પોસ્ટ ઓફીસ ખાતે યોજાશે “ બિઝનેશ ડેવલપમેન્ટ –ડે” આધાર મેગા ડ્રાઇવ

  રાજકોટ:તા. ૧૧.૧૦.૨૦૨૧ થી ૧૩.૧૦.૨૦૨૧ દરમ્યાન “આઝાદી કા અમૃત મહોત્સવ - તથા  રાષ્ટ્રીય પોસ્ટલ સપ્તાહ - ની ઉજવણી ના ભાગ રૂપે રાજકોટ હેડ પોસ્ટ ઓફીસ ખાતે તા. ૧૪/૧૦/ ૨૦૨૧ (ગુરૂવાર) ના રોજ બીઝનેશ ડેવલપમેન્ટ ડે તરીકે ઉજવણી કરાશે જે અન્વયે રાજકોટ હેડ પોસ્ટ ઓફીસ ખાતે આધાર અંગે મેગા ડ્રાઇવ યોજાશે. જેમાં તા. ૧૪મી ઓકટોબરના સવારે ૮-૩૦ થી સાંજના ૫-૦૦ કલાક દરમિયાન નવા આધાર બનાવવા તેમજ આધારમાં સુધારા અંગેની કામગીરી કરવામાં આવશે. જેનો લાભ લેવા જાહેર જનતાને રાજકોટ હેડ પોસ્ટ ઓફીસના સીની. પોસ્ટ માસ્તર જે.આઇ .મન્સુરીની યાદીમાં જણાવાયું છે.

(6:57 pm IST)