Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

આઝાદી પૂર્વે સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્ય

મોરબી સત્યાગ્રહ - ઇ.સ. ૧૯૩૧ :સૈનિકોના સત્યાગ્રહની લડતનો ઇતિહાસ

આઝાદી પૂર્વે સ્વાતંત્ર્ય લડત ચાલતી હતી. તે માત્ર અંગ્રેજ સરકાર વિરુદ્ધ જ નહિ પરંતુ સ્થાનિક દેશદ્રોહીઓ, વેપારીઓ તથા સમાજમાં રહેલ અસામાજિક તત્વો સામે પણ હતી. પ્રથમ ભાવનગરમાં શરૂઆત થઈ અને ત્યારબાદ અસામાજિક તત્વો દ્વારા મોરબીમાં પણ કાપડની દૂકાનો સામે પિકેટીંગ થતાં સત્યાગ્રહ શરૂ થયો.

ભાવનગરની 'કાઠિયાવાડ પિકેટીંગ મંડળ' નાં આગેવાનો પહોંચ્યા. રાજ્ય જો ખાનગી ં મકાનમાં પ્રાર્થના ન કરવા દે, કે 'મહાત્માની જય' પણ બોલવા ન દે તે કેમ ચાલે. વઢવાણથી ૪૫ સ્વાતંત્ર્ય સેનાનીઓ મોરબી પહોંચ્યા.

ફૂલચંદભાઈ, શિવાનંદજી, અમૃતલાલ શેઠ, વૈદ્યરાજ લક્ષ્મીશંકરભાઈ, ચંપકલાલ વોરા, કવિ હંસ સ્વદેશી, શારદાબહેન, ઈ. ખૂબ જ સક્રિય રહ્યા. ગાંધીજીને સમાચાર મળતાં મહાદેવભાઈને તેમણે મોકલ્યા. મહાદેવભાઈ દિવાન ગોરડિયા સાથે સમાધાન માટે સંમત થયા અને લડત પૂર્ણ થઈ. 

સંકલન

નવીન ઠકકર

મો.૯૮૯૮૩૪૫૮૦૦

(3:53 pm IST)