Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

પ્રદિપ ડવની કમાલ : મવડી રોડ પર શાકભાજીનાં ધંધાર્થી માટે ખાસ હોકર્સ ઝોન : વર્ષો જૂની સમસ્યા ઉકેલી

રોડ પર ૪૫ લાખનાં ખર્ચે પેવિંગ બ્લોક નંખાવી તેમાં જ રેકડીઓ રાખવાની વ્યવસ્થા ગોઠવાઇ

રાજકોટ,તા. ૧૧: મવડી રોડ પર આવેલ વિશ્વેશ્વર મહાદેવના મંદિરથી મવડી ચોકડી તરફ જતા રસ્તા પર શાકભાજી, ફ્રુટ વિગેરેના વેંચાણ માટે ઉભા રહેતા રેંકડીઓના કારણે ટ્રાફિક સમસ્યા ખુબજ રહે છે. હાલમાં, આ મુખ્યમાર્ગ પર ૧,૫૦,૦૦૦ વાહનોની અવરજવર રહે છે. આ તમામ લોકોને અવરજવર માટે ખુબજ હાલાકી ભોગવવી પડે છે. આ રસ્તો ૧૫૦ ફુટ રીંગ રોડ, મવડી ગામ તેમજ આગળ પાળ, રાવકી માટે જતા લોકો માટે આ રસ્તો મહત્વનો હોય જેથી આ સમસ્યાના નિવારણ માટે વિસ્તારના રહેવાસીઓ તરફથી અવારનવાર રજુઆત કરવામાં આવેલ છે.

રેંકડીઓ ઉભી રાખી ધંધો કરતા ધંધાર્થીઓની રોજીરોટી જળવાઈ રહે અને ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે આજરોજ મેયર ડો.પ્રદિપ ડવએ સ્થળ મુલાકાત લીધેલ. સ્થળ મુલાકાત દરમ્યાન મેયરશ્રી ડો.પ્રદિપ ડવએ તમામ રેંકડીઓવાળાની રોજીરોટી જળવાઈ રહે તે માટે વ્યવસ્થિત ઉભા રહેવા સમજાવવામાં આવેલ. આ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પેવિંગ બ્લોક નાંખી આપવામાં આવશે. આ પેવિંગ બ્લોકમાંજ શાકભાજીનો ધંધો કરતા રેંકડીઓવાળાએ ઉભું રહેવાનું અને તમામ રેંકડીઓવાળાને ગંદકી ન થાય તે માટે ડસ્ટબીન રાખવાની રહેશે. આ વ્યવસ્થાથી ટ્રાફિકની સમસ્યા ઘણી હળવી થઇ જશે. તેમજ સ્વચ્છતા પણ જળવાઈ રહેશે.

રેંકડીઓવાળાને ધંધાર્થીઓની સુવિધા માટે આજરોજ પેવિંગ બ્લોકની કામગીરીનો પણ શુભારંભ કરવામાં આવેલ. જે કોઈ રેંકડીઓવાળા પેવિંગ બ્લોકની બહાર રોડ પર જો કોઈ રેંકડીધારકો ઉભા રહેશે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેંકડી જપ્ત કરવામાં આવશે તેવી તાકીદ કરવામાં આવેલ.

(3:51 pm IST)