Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

મચ્છરજન્ય રોગચાળાનો હાહાકાર : સપ્તાહમાં મેલેરીયા-ડેંગ્યુ-ચીકનગુનીયાના ૨૫ કેસ

વર્ષમાં કુલ ૨૧૬ દર્દીઓ નોંધાયાઃ મેલેરીયા વિભાગ દ્વારા ૯૪ હજાર ઘરોમાં પોરાનાશક કામગીરી કરાઇ : મચ્છર ઉત્પતિ સબબ ૧,૩૬૨ને નોટીસ : રૂ. ૧.૩૧ લાખનો દંડ ફટકારાયો

રાજકોટ તા. ૧૧ : શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચકતા એક સપ્તાહમાં ડેન્ગ્યુ, મેલેરીયા, ચીકનગુનિયાના ૨૫ કેસ નોંધાયા છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૪  થી તા. ૧૦ ઓકટોબર સુધીમાં ડેન્ગ્યુના ૨૦ તથા મેલેરીયાના ૪ તથા ચિકનગુનિયાના ૧ સહિત કુલ ૨૫  કેસ નોંધાતા સીઝનનાં ડેન્ગ્યુના ૧૫૬, મેલેરીયાના ૪૨ તથા ચિકનગુનિયાનાં ૧૮ કેસ નોંધાયા છે.

શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મેલેરીયા દ્વારા આ મુજબની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ફોગીંગ કરેલા ઘરોની સંખ્યા-૭૬૫૪, મુલાકાત કરી પાણીના ટાંકા વગેરેમાં દવા નાખી પોરાનાશક કામગીરી કરેલ ઘરોની સંખ્યા-૯૪,૦૧૬ મચ્છર ઉત્પતિ સબબ આપેલ નોટીસની સંખ્યા-૧૩૬૨, મચ્છર ઉત્પતિ સબબ વસુલ કરેલ વહિવટી ચાર્જ -૧,૩૧,૬૫૦ તપાસેલ અન્ય પ્રીમાઇસીસ (બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે)-૭૮૭, દવા છંટકાવ કામગીરી હેઠળ આવરી લીઘેલ ખાડા / ખાબોચીયાની સંખ્યા-૩૧૦ તથા  લોકોને મચ્છર ઉત્પતિ સ્થાનો તથા તેના અટકાયતી ૫ગલા વિશે સમજ મળી રહે તે માટે આરોગ્ય શાખાના સ્ટાફ દ્વારા સોસાયટીમાં જઇ પાવર૫ોઇન્ટ પ્રેઝન્ટેશન તથા મચ્છરના પોરાના જીવંત નિદર્શન દ્વારા આરોગ્ય શિક્ષણ આ૫વાની કામગીરી કરવામાં આવેલ.

(3:42 pm IST)