Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

આજે પાંચ વોર્ડમાં પાણી ન મળ્યંુ: દેકારો

ભાદર ડેમ નજીક લીલાખા ગામ પાસે પાઇપલાઇન લીકેજના સમારકામના કારણે ઢેબર રોડ પરના વોર્ડ નં. ૭, ૧૪ અને ૧૭ના વિસ્તારો તથા પાણીના ટાંકાથી સફાઇ કરવાથી ચંદ્રેશનગર હેડવર્કસ હેઠળના વોર્ડ નં. ૧૧ અને ૧૩ના વિસ્તારોમાં પાણી વિતરણ રહ્યું બંધ : કાલે રેલનગર અને પોપટપરામાં પાણીકાપ

વોર્ડ નં. ૧૧ના પટેલ નગરમાં પાણીના ધાંધિયા  : રાજકોટ : શહેરના વોર્ડ નં. ૧૧માં આવેલ પટેલનગર વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ધીમા ફોર્સથી અને પાણી વિતરણમાં ધાંધીયા સર્જાતા વિસ્તારની મહિલાઓનું ટોળુ મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીએ ધસી આવ્યું હતું. આ પાણી પ્રશ્નની સમસ્યા તાકિદે ઉકેલવા મનપા તંત્ર વાહકોને રજૂઆત કરી હતી. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૧ : શહેરમાં છતે પાણીએ પાણીકાપ વેઠવાનો ફરી એક વખત વારો આવ્યો છે. આજે ભાદર ડેમ નજીક લીલાખા ગામ પાસે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ગુરૂકુળ હેડવર્કસ હેઠળના વોર્ડ નં. ૭, ૧૪ અને ૧૭ના ઢેબર રોડ પરના વિસ્તારોમાં તથા ચંદ્રેશનગર હેડવર્કસ હેઠળના વોર્ડ નં. ૧૧ અને ૧૩ના અડધા વિસ્તારોમાં પાણી વિતરણ નહિ થતા દેકારો બોલી ગયો હતો. સેન્ટ્રલ ઝોન અંતર્ગત ભાદર ડેમની નજીક લીલાખા ગામ પાસે ૯૦૦ એમએમની મેઇન લાઇન લીકેજ હોવાથી રિપેરીંગ કામગીરી સબબ આજે વોર્ડ નં. ૭, ૧૪ અને ૧૭ના ઢેબર રોડ પરના વિસ્તારોમાં પાણી વિતરણ થયું ન હતું. જ્યારે આજરોજ પાણીના ટાંકાની સફાઇ કરવાની હોવાથી તા. ૧૧ના ચંદ્રેશનગર હેડ વર્કસ હેઠળના વોર્ડ નં. ૧૧ (પાર્ટ), ૧૩ (પાર્ટ)ના વિસ્તારો તરસ્યા રહ્યા હતા. જ્યારે આવતીકાલે તા. ૧૨ને મંગળવારે રેલનગર અને બજરંગવાડી હેડવર્કસ હેઠળના વોર્ડ નં. ૨ અને ૩ના અડધા વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.

(3:42 pm IST)