Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

દિવ્યાંગ અરજદાર માટે ડી.ડી.ઓ. ભોયતળિયે આવ્યા : નીચે બેસી રજુઆત સાંભળી

રાજકોટ : જિલ્લા પંચાયત કચેરીમાં લીફટની સુવિધા ન હોવાથી જિલ્લા વિકાસ અધિકારી શ્રીદેવ ચૌધરી શારીરિક તકલીફવાળા લોકો જાણ કરે તો તેની રજુ આત સાંભળવા નીચે આવશે. તેવું જાહેર કર્યું છે. આજે એક વિકલાંગ દંપતી રજુઆત માટે આવતા ડી.ડી.ઓ.એ નીચે આવી અરજદાર સાથે બેસીને રજુઆત સાંભળી માનવતાવાદી અભિગમ દર્શાવ્યો હતોે. અરજદાર મહિલાએ ૨૦૧૫થી ચાલતા એક પ્રકરણ સંદર્ભે શિક્ષણ રતુભાઇ ચાવડાને તેની મૂળ શાળામાંથી અન્યત્ર ખસેડવા રજુઆત કરી હતી. (તસ્વીરઃ સંદીપ બગથરિયા)

(3:40 pm IST)