Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

યુનિવર્સિટી રોડ જન ઔષધિ કેન્દ્ર ખાતે વરિષ્ઠ લોકોને ફ્રી મેડીકલ ફર્સ્ટ એડ કીટનું વિતરણ

રાજકોટ : આઝાદી ના ૭૫ મા વર્ષમા પ્રવેશ સાથે દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ મનાવામા આવી રહ્યો છે. ત્યારે તા. ૧૦ના રોજ  પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રનું સંચાલન કરતા રસાયણ અને ખાતર મંત્રાલય, કેન્દ્ર સરકાર દ્વારા દેશભરના પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો દ્વારા વરિષ્ઠ વયના લોકોને નિઃશુલ્ક મેડીકલ કીટ આપવામાં આવેલ.અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના હેઠળ ઉપલબ્ધ દવાઓની કિંમત બ્રાન્ડેડ દવાઓ કરતા ૫૦% -૯૦% ઓછી હોય છે અને હાલમાં પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર ખાતે ૧,૪૫૧ દવાઓ અને ૨૪૦ સર્જીકલ સાધનોનો સમાવેશ થાય છે. જે પૈકી રાજકોટમાં સ્ટડી ગાઈડ એજ્યુકેશનલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ  કેન્દ્ર, લાભ કોમ્પ્લેક્ષ, તોરલ પાર્ક મેઈન રોડ, બી.ટી.સવાણી. કિડની પાછળ, યુનિવર્સિટી રોડ પર વરિષ્ઠ વયના લોકોને મેડિકલ ફર્સ્ટ એડ કીટનું નિશુલ્ક વિતરણ કરવામાં આવેલ.

(3:19 pm IST)