Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણી

નાના મવા રોડ શાસ્ત્રીનગર ગેઇટ સામે અને મવડી ચોકડીના પ્રધાનમંત્રી જન ઓૈષધી કેન્દ્ર ખાતે મેડિકલ કેમ્પ યોજાયાઃ ૭૫ વર્ષ કે તેથી વધુ ઉમરના નાગરિકને કિટ વિતરણ

રાજકોટઃ દેશ આઝાદીના ૭૫માં વર્ષમાં પ્રવેશ કરતો હોવાથી દેશભરના પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર નાના મવા રોડ અજમેરા શાસ્ત્રીનગરના ગેઇટની સામે આવેલા ઓૈષધી કેન્દ્ર ખાતે ૭૫ વર્ષ પુર્ણ થયા હોય તેવા સિનિયર સિટીઝનને મેડિકલ કિટનું વિતરણ કરાયું હતું અને બ્લડપ્રેશર, ડાયાબિટીસ ચેક કરી આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ કોર્પોરેટર શાસક પક્ષ નેતા રાજુભાઇ બોરીચા, વોર્ડ-૧૨ના ઇન્ચાર્જ રસિકભાઇ કાવઠીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ આયોજન સ્ટોર સંચાલક લક્ષમણભાઇ ગિણોયાએ કર્યુ હતું. આ જ રીતે મવડી ચોકડી ખાતેના જન ઓૈષધી કેન્દ્ર ખાતે પણ ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો હતો. જેમાં ૭૫ વર્ષ કે તેથી ઉપરના લાભાર્થીઓને વિનામુલ્યે ફર્સ્ટ એઈડ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો ૨૫૦થી વધુ લોકોએ લાભ લીધો હતો. રાજેન્દ્રભાઇ રાઠોડ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

(3:18 pm IST)