Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

કાલે આંતરરાષ્ટ્રીય ગર્લ્સ ડેઃ કલેકટર કચેરી પીન્ક રોશનીથી ઝગમગશેઃ પ૦ એલોઝેન ગોઠવાઇ...

રાજકોટ તા. ૧૧ :.. આવતીકાલે આંતર રાષ્ટ્રીય ગર્લ્સ ડેની ઉજવણી થશે, રાજકોટ સહિત ભારતભરમાં કેન્દ્ર - રાજય સરકારો તેની ભવ્ય ઉજવણી કરી રહી છે, ગુજરાત સરકારે દિકરીઓને માન આપવા-સન્માન અર્થે ગર્લ્સનો ફેવરીટ કલર 'પીન્ક' ડે થી ઉજવણી કરવાનું નકકી કર્યુ હોય, આજે કાલે રાત્રે રાજકોટની નવી કલેકટર કચેરી બીલ્ડીંગ -ગાર્ડન પીન્ક રોશનીથી ઝગમગી ઉઠશે, આ માટે કલેકટર કચેરીમાં પ૦થી વધુ પીન્ક શેડ-લાઇટ આપતી એલોઝેન ગોઠવાઇ છે, આજે અને કાલે રાત્રે કલેકટર કચેરીમાં ભવ્ય નજારો જોવા મળશે.

(3:18 pm IST)