Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

રાજકોટ ચેમ્બર તથા ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ ITIના સંયુકત ઉપક્રમે મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત મળવાપાત્ર લાભો અંગે સેમિનાર યોજાયો

ઉદ્યોગોની ભાગીદારીને પ્રોત્સાહન આપવા સરકારશ્રી દ્વારા 'મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ સ્કિમ' જાહેર કરવામાં આવેલ છે

રાજકોટ,તા. ૧૧: રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનીંગ ઈન્સ્ટીટયુટ (ITI) ના સંયુકત ઉપક્રમે સરકારશ્રીની તમામ સેકટરો માટેની લાભદાયી મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજનાની સંપુર્ણ જાણકારી–માર્ગદર્શન સભ્યોને મળી રહે તે માટે સેમીનાર યોજવામાં આવેલ. જેમાં એક્ષ ઓફિસર અને પ્રિન્સીપાલ કલાસ–૧ શ્રી નિપુલ રાવલ, આસીસટન્ટ એપ્રેન્ટીસ એડવાઈઝરશ્રી એમ. ડી. મુંજાણી, ફોરમેન અને આસીસટન્ટ એપ્રેન્ટીસ એડવાઈઝરશ્રી સહદેવસિંહ ગોહિલ તથા એમ્પ્લોયમેન્ટ ઓફિસરશ્રી ચેતન દવે ઉપસ્થિત રહેલ.

સેમીનારના પ્રારંભે રાજકોટ ચેમ્બરના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવએ ઉપસ્થિત અધિકારીઓ તથા સભ્યોશ્રીઓને આવકારી રાજકોટ ચેમ્બર દ્ઘારા અવાર–નવાર વિવિધ સેકટરો માટે આવતા નિતી–નિયમોની તમામ જાણકારી સભ્યોને મળી રહે તે માટે સેમીનારો તથા વેબીનારોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે રાજયની પ્રગતિ અને વિકાસને વધુ વેગવંતી કરવા માટે તમામ સેકટરોને તાલીમબઘ્ધ માનવબળ પુરૃં પાડવા માટે સરકારશ્રી દ્ઘારા જાહેર કરાયેલ 'મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના'ની સંપુર્ણ જાણકારી તમામને મળી રહે તે શુભ આશયથી આ સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે. જે આપ સૌને ખુબ જ ઉપયોગી બની રહેશે તેમજ આ યોજનાનો વધુ ને વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ.

સેમીનારમાં ખાસ ઉપસ્થીત એક્ષ ઓફિસર અને પ્રિન્સીપાલ કલાસ–૧ શ્રી નિપુલ રાવલએ આ ઉપયોગી સેમિનારની વિશેષ જાણકારી આપતા રાજયમાં રોજગારી વધારવા અને એપ્રેન્ટીસશીપ ટ્રેનીંગમાં ઉદ્યોગોની ભાગીદારીને પ્રોત્સાહન આપવા સરકારશ્રી દ્વારા 'મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ સ્કિમ' જાહેર કરવામાં આવેલ છે. જે અંતર્ગત તમામ કેટેગરી હેઠળ એપ્રેન્ટીસશીપ આવરી લેવામાં આવેલ છે. જેમાં અલગ–અલગ કેટેગરીમાં શૈક્ષણિક લાયકાત પ્રમાણે મળવાપાત્ર સ્ટાઈપેન્ડ, મુખ્ય લાભો, સીએઆર હેઠળ તાલીમ ખર્ચ અને લાભ, ઉદ્યોગોના વાતાવરણમાં તાલીમ, આંતરરાષ્ટ્રિય માન્ય સર્ટીફિકેટ, એપ્રેન્ટીસશીપ તાલીમમાં જોડાવવા માટે વેબ પોર્ટલ www.apprenticshipindia.org પર રજીસ્ટેશન તથા આઈટીઆઈ ખાતે ઓફલાઈનની પ્રકિયા તથા આવશ્યક દસ્તાવેજો અંગે, તથા બેઝિક તાલીમ અને ઓન જોબ તાલીમ જેવી વિવિધ બાબતોની પાવર પોઈન્ટ પ્રેઝનટેશન દ્ઘારા જાણકારી આપવામાં આવી. તેમજ આ બાબતે કોઈપણ મુશ્કેલી કે સમસ્યા હોય તો રાજકોટ આઈ.ટી.આઈ. કચેરીનો પણ સંપર્ક સાધવા જણાવેલ.

વધુમાં સેમીનારમાં ઉપસ્થિત એમ્પ્લોયમેન્ટ ઓફિસરશ્રી ચેતન દવેએ સરકારશ્રી દ્ઘારા અનુબંધન પોર્ટલ જાહેર કરવામાં આવેલ છે. જેમાં નોકરી મેળવવા માંગતા યુવાનોને સરળતાથી નોકરી પ્રાપ્ત થશે તેમજ નોકરીદાતાને વિશાળ ડેટાબેઝના આધારે સારા કર્મચારી મળી રહેશે. તેના માટે તેઓએ https://anubandham.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. તે બાબતે જાણકારી આતેલ. અને આ બાબતે કોઈપણ મુશ્કેલી કે સમસ્યા હોય તો રાજકોટ રોજગારી કચેરીનો પણ સંપર્ક સાધવા જણાવેલ.

સમગ્ર સેમિનારનું સંચાલન રાજકોટ ચેમ્બરના માનદ્મંત્રીશ્રી નૌતમભાઈ બારસીયાએ કરેલ તેમજ ઉપસ્થિત અધિકારીઓ તથા સભ્યશ્રીઓનો આભાર વ્યકત રાજકોટ ચેમ્બરના કારોબારી સભ્યશ્રી શિવલાલભાઈ બારસીયાએ કરેલ. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:12 pm IST)