Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

મહાવીર પાર્કના મિલન ખખ્ખરને પીઆઇટી એનડીપીએસ એકટ હેઠળ જેલમાં ધકેલાયો

અગાઉ કુલ ત્રણ શખ્સને કોકેન સાથે પકડ્યા'તાઃ એસઓજીએ કરી કાર્યવાહી

રાજકોટ તા. ૧૧: નિર્મલા રોડ પર મહાવીર પાર્કમાં રહેતાં મિલન સંજયભાઇ ખખ્ખર (ઉ.વ.૨૪) નામના શખ્સને અગાઉ માકદ પદાર્થ સાથે પકડી લેવાયો હતો. આ શખ્સની એસઓજીએ પીઆઇટી એનડીપીએસ એકટ હેઠળ અટકાયત કરી વડોદરા જેલમાં ધકેલવા તજવીજ કરી છે.

બી-ડિવીઝન પોલીસે મિલન તેમજ પાવન નટુભાઇ મકવાણા અને વિક્રમસિંહ સુખદેવસિંહ જાડેજાને કોકેન અન એફેટામાઇન નામના માદક પદાર્થ સાથે ૧૩/૧/૨૦૧૯ના રોજ પકડ્યા હતાં. જેમાં અગાઉ પાવન અને વિક્રમસિંહને એનડીપીએસ પીઆઇટી હેઠળ અટકાયત કરી જેલહવાલે કરાયા હતાં. આ એકટ હેઠળ મિલન ખખખરની હવે અટકાયત કરી વડોદરા જેલમાં મોકલાયો છે. ત્રણેય આરોપીઓને જે તે વખતે પોલીસે પકડ્યા ત્યારે રૂ. ૫.૫૩ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.  પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના મુજબ પીઆઇ આર. વાય. રાવલ, એએસઆઇ વિજયભાઇ શુકલ, ભાનુભાઇ મિંયાત્રા, રવિભાઇ વાંક, હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, અજય ચોૈહાણ, મોહિતસિંહ જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા, કિશનભાઇ આહિર, કોન્સ. રણછોડભાઇ આલ, કૃષ્ણદેવસિંહ જાડેજાએ આ કાર્યવાહી કરી હતી.

(3:11 pm IST)