Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

મોરબી રોડ રેલ્વેના પાટા પાસે જુગાર રમતા પાંચ ઝડપાયા

રાજકોટ : મોરબી રોડ પર રેલ્વેના પાટા પાસે કેટલાક  શખસો જુગાર રમતા હોવાની બી-ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. કેતનભાઇ, પ્રકાશભાઇ અને કિશનભાઇને બાતમી મળતા પી.આઇ.એમ.બી. ઔસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.એમ. જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડી ઇબ્રાહીમ કરીમભાઇ કાથરોટીયા (રહે. મોરબી રોડ સીટી સ્ટેશન સામે), અમીત ધીરુભાઇ મેર (રહે. લોહાનગર) ચીરાગ સાજનભાઇ જોશી (રહે. આકાશદીપ સોસાયટી), રાહુલ અજયભાઇ વાઘેલા (રહે. સ્લમ કવાર્ટર) અને આરબાઝ ફીરોઝભાઇ પાઠણ (રહે. મોરબી રોડ સીટી સ્ટેશન પાસે) ને પકડી લઇ રૂ. ૧૦,રપ૦ની રોકડ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(1:42 pm IST)