Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

કાલથી બે દિ' રેસકોર્ષ આર્ટ ગેલેરી રંગોળી વર્કશોપ

શિવાજી, પોલીસ કમીશનર, શિવગામીની સહિતની કૃતિઓ ૬૦થી વધુ બહેનો દ્વારા બનાવાશે

રાજકોટ,તા.૧૧: રંગોળી ભારતીય સંસ્કુતિની પ્રાચીન લોકસભા છે. રંગોળીનો મુખ્ય હેયું સુશોભનનો છે. ત્યારે રેસકોર્ષ સ્થિત શ્યામપ્રસાદ આર્ટ ગેલેરીમાં કાલથી બે દિ ' ૬૦થી વધુ બહેનો દ્વારા વિવિધ વિષયોની રંગોળી બનાવાનાર વર્કશોપ આયોજન કરવામાં આવશે.

લોકોમાં રહેલી કલાને જીવંત અને ઉજાગર કરવાના ઉદેશને ધ્યાનમાં રાખી દર વર્ષની જેમ આ વર્ષે પણ અંજતા આર્ટ દ્વારા તા.૧૨ અને ૧૩ના બપોરે ૪ થી ૧૦ વાગ્યા સુધી ડો.શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતે રંગોળી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ છે.

આ વર્કશોપમાં ૬૦ થી વધુ  કલાકારો દ્વારા તેમજ ૧૧૫થી પણ વધુ રંગોળીઓ તૈયાર કરવામાં.

આ રંગોળીમાં (Nataral scenes) રાજસ્થાની સંંસ્કૃતિ, રાધાકૃષ્ણ, શિવાજી, કલેકટર તથા પાલીસ કમીશ્નર, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકરો અને બાહુબલી ફિલ્મનું ખુબ પ્રચલિત પાત્ર 'શિવગામીની' જેવી કૃતિઓ તૈયાર કરવામાં આવશે.

(4:27 pm IST)