Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

દિવાળી સુધીમાં રસ્તા રીપેર થઇ જશેઃ કાલથી પેચવર્ક શરૂ

ત્રણે'ય ઝોનનાં રસ્તાનાં ખાડાઓમાં ડામર પેચવર્ક માટે પૂરજોશમાં કામ શરૃઃ વરસાદમાં ધોવાયેલા રસ્તાઓ રી-કાર્પેટ થશેઃ એકશન પ્લાનનાં રસ્તાઓનાં કામ પણ ટુંક સમયમાં શરૂ થશેઃ હલકી ગુણવતાનો ડામર પકડાશે તો આકરો દંડઃ રસ્તા સાથે ફુટપાથનાં ગેરકાયદે હોડીંગ દુર કરી ફુટપાથ પણ નવી બનાવાશેઃ કમિશ્નર ઉદીત અગ્રવાલ રસ્તાની સમસ્યા દુર કરવા કટીબધ્ધ

રાજકોટ તા. ૧૧: શહેરનાં તુટેલા રસ્તાઓ બાબતે નાગરિકોમાં રોષ ફેલાયો છે અને વરસાદે પણ વિરામ લીધો છે ત્યારે શહેરનાં તુટેલા રસ્તાઓનું દિવાળી સુધીમાં સમારકામ કરવાં મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલે કટીબધ્ધતાં દર્શાવી છે.

આ અંગે અગ્રવાલે જણાવ્યું હતું કે, શહેરના ત્રણેય ઝોનમાં આવતીકાલ તા. ૧રથી રસ્તાના સમારકામનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.

મ્યુ. કમિશ્નરશ્રીએ વધુમાં કહ્યું કે, પોતે તાજેતરમાં જ સંબંધિત અધિકારીશ્રીઓને સાથે રાખી વિસ્તારો અને તેના માર્ગોની રૂબરૂ મુલાકાત લીધેલી છે અને અત્યારે વરસાદે થોડો સમય વિરામ લીધો છે ત્યારે ક્ષતિગ્રસ્ત માર્ગોનું પેચ વર્કથી મરામત કાર્ય આવતીકાલથી શરૂ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શહેરના ત્રણેય ઝોનમાં ચોમાસાને નુકશાન પામેલા રસ્તાઓના પેવર કામ અને એકશન પ્લાન હેઠળના રસ્તાઓના કામનો પણ ટૂંક સમયમાં જ પ્રારંભ થઇ રહ્યો છે તેમ કમિશ્નરશ્રીએ જણાવ્યું હતું.

અન્ય એક મહત્વપૂર્ણ મુદ્દા વિશે વાત કરતા મ્યુનિ. કમિશ્નર ઉદિત અગ્રવાલે એમ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા હવે રસ્તાના કામમાં એક નવો કન્સેપ્ટ અપનાવી રહી છે જેમાં રસ્તા કામ શરૂ કરતા પૂર્વેના સપ્તાહમાં જે તે ઝોનના ડેપ્યુટી કમિશ્નરશ્રી અને સિટી એન્જિનિયરશ્રી જે તે રસ્તાના સ્થળની રૂબરૂ મુલાકાત લેશે અને રસ્તાની સાથોસાથ જ ફૂટપાથ સહિતના અન્ય આનુસાંગિક કાર્ય પણ હાથ ધરવામાં આવશે.

શ્રી અગ્રવાલે જણાવેલ કે રસ્તા કામમાં કયાંય પણ હલકી કક્ષાનો ડામર જણાશે તો કોન્ટ્રાકટર સામે દંડ સહિતની પગલા લેવાશે તેમજ રસ્તા કાળથી સાથો સાથ નવી ફુટ પાથ પણ બનાવશે જેથી ફુ઼ટપાથ પરનાં ગેરકાયદે હોર્ડીંગ બોર્ડનાં દબાણો દુર કરાશે.

(4:06 pm IST)