Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

તંત્ર જાગ્યું...કાલથી વન-ડે થ્રી વોર્ડ ફોગીંગ કામગીરીનો પ્રારંભ

મચ્છરજન્ય રોગચાળો અટકાવવા દરરોજ ૩ વોર્ડમાં કાર્યવાહીઃ દરેક શાળાઓમાં મુલાકાત કરાશેઃ સ્ટે. ચેરમેન ઉદય કાનગડ તથા આરોગ્ય સમીતી ચેરમેન જયમીન ઠાકરનું માર્ગદર્શન

રાજકોટ, તા., ૧૧: મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા  શહેરમાં ડેન્ગ્યુ રોગચાળા ૫રિસ્થતી કાબુમાં રાખવા દરેક વોર્ડમાં ફોગીંગ કામગીરી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.૧૨ થી સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી ઉદય કાનગડ તથા આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકર ની સુચના અન્વયે રાજકોટ શહેરના તમામ ૧૮ વોર્ડમાં મોટા માઉન્ટેન વેહીકલ ફોગીંગ મશીન દ્વારા ફોગીંગ કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી દરમ્યાન વોર્ડના સંવેદનશીલ વિસ્તારો તથા સોસાયટીઓને  ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવશે.

આ અંગે જયમીન ઠાકરે જણાવ્યુ઼ હતું કે શહેરમાં મોટા માઉન્ટેન વેહીકલ ફોગીંગ મશીન દ્વારા ફોગીંગ કામગીરી સાથો સાથો વોર્ડ વાઇજ જે તે વિસ્તારમાં આવતી શાળા / કોલેજોમાં મચ્છર ઉત્૫તિ સબબ ચેકિંગ તથા વાહકનિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવશે.   વાહકજન્ય રોગોથી બચવા જનભાગીદારી એક મહત્વનું ૫રિબળ છે. ડેન્ગ્યુથી બચવા બીનજરૂરી એવી બધી વસ્તુઓને દૂર કરો જેમાં પાણી ભરાઈને મચ્છરોનું બ્રીડિંગ થવાની સંભાવના હોય લાંબી બાયના કપડાં અને પગમાં મોજા પહેરવાથી મચ્છરના કરવાથી બચી શકશો. મચ્છરના કરડવાથી બચવા માટે મચ્છરદાની, મોસ્કયુટો રીપેલન્ટ, મચ્છર અગરબતી નો ઉ૫યોગ કરવો. જો સાંધામાં દુઃખાવો, માથુ દુઃખવું, એક કરતા વધારે દિવસથી તાવ રહેતો હોય તો ડોકટર પાસે જવું, બાળકોને તાવ આવે તો તાત્કાલિક ડોકટરની સલાહ લેવી. મચ્છરથી થતા રોગો અને મચ્છર ઉત્૫તિ અટકાવવા  પાણી ભરેલા તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખીએ તથા જે પાત્રો ઢાંકી શકાય તેમ ન હોય તેને અઠવાડીયામાં એકવાર ખાલી કરી, ઘસીને યોગ્ય રીતે સાફ કરી સુકવ્યા બાદ તેને ફરીથી ઉ૫યોગમાં લઇએ. વાહક નિયંત્રણ કામગીરી તથા ફોગીંગ કામગીરીમાં સહકાર આ૫વા સ્ટેન્ડિંગ ચેરમેનઉદય કાનગડ તથા આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.

(4:06 pm IST)