Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

કાલાવડ રોડ પર ન્યુ કોલેજવાડીના ખુલ્લા પ્લોટમાં નર્ક સમાન ગંદકીઃ તંત્ર જાગે

રાજકોટઃ શહેરના કાલાવડ રોડ પર ન્યુ કોલેજવાડીમાં ખુલ્લા પ્લોટમાં અસહ્ય ગંદકીના ગંજ ખડકાયા છે. આ સ્થળે લોકો લઘુશંકાઓ કરતા નર્ક સમાન ગંદકી ફેલાઇ રહી છે આસપાસના રહેવાસીઓ આ ગંદકી અને દુર્ગધથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે. રોગચાળાનો ભય ફેલાયો છે. ત્યારે આ વિસ્તારનાં જાગૃત નાગરીક હસમુખભાઇ દેસાઇએ થાકી હારીને મ્યુ.કમિશનરશ્રીને લેખીત રજુઆત કરી આ ખુલ્લા પ્લોટમાંથી ગંદકી દુર કરાવી દવા છંટકાવ કરાવવા માંગ ઉઠાવી છે. તસ્વીરમાં ખુલ્લા પ્લોટ પાસે ગંદકીના ખડકલા નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:05 pm IST)