Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

મહાનગર પાલિકાની આરોગ્ય સમિતિ તથા ભાજપ પરિવાર વોર્ડ નં. -૮ દ્વારા રવિવારે 'માં વાત્સલ્ય કેમ્પ' નું આયોજન

કેમ્પનો લાભ લેવા આરોગ્ય ચેરમેન જયમીન ઠાકરની અપીલ

રાજકોટ ,તા.૧૧: મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા- જુદા વિસ્તારોમાં છેવાડાના માનવીને આરોગ્ય સેવા પુરી પડવાના ઉદેશથી જરૂરતમંદ શહેરીજનો માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિ તથા ભાજપ પરિવાર વોર્ડ નં. -૮ રાજકોટ દ્વારા તા. ૧૩ રવિવારના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે એસ્ટ્રોન સોસાયટી કોમ્યુનિટી હોલ, એસ્ટ્રોન સોસાયટી અમીન માર્ગ, રાજકોટ ખાતે ' માં વાત્સલ્ય કેમ્પ'નું આયોજન કરવામાં આવેલ છે.

આ કેમ્પનું ઉદ્ઘાટન પરેશભાઇ ગજેરા (પ્રમુખ બિલ્ડર એસોસિએશન) રાજકોટ દ્વારા દિપ પ્રાગટય કરી શુભારંભ કરાવવામાં આવશે તેમજ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે બીનાબેન આચાર્ય (ેમેયરશ્રી) હાજરી આપશે.

આ અંગે આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકર દ્વારા વધુમાં જણાવવામાં આવેલ છે કે સરકારશ્રીના નિયમનુસાર વાર્ષિક કૌટુંબિક આવક રૂ. ૪. ૦૦ લાખ સુધીની આવક ધરાવતા કુંટુંબોને માં વાત્સલ્ય કાઢી આપવામાં આવે છે. 'માં વાત્સલ્ય' યોજના હેઠળ હદયના ગંભીર રોટો, કીડનીના ગંભીર રોગો, મગજના ગંભીર રોગો, અકસ્માતના કારણે થયેલ ગંભીર ઇજાઓ, નવજાત શિશુઓના ગંભીર રોગો, કેન્સર (કેન્સર સર્જરી, કેમોથેરાપી તથા રેડીયોથેરાપી) ઘૂંટણ અને થાપાના રીપ્લેસમેન્ટ તેમજ કીડની ટ્રાન્સપ્લાન્ટેશન, લીવર ટ્રાન્સપ્લાન્ટેશન અને પેન્ક્રીયાઝ ટ્રાન્સપ્લાન્ટેશન જેવી બિમારીઓ તથા દાઝી ગયેલની બીમારીની કુલ ૬૯૮ જેટલી પ્રોસીજર માટે ઉતમ પ્રકારની વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. માં વાત્સલ્ય યોજના હેઠળ રાજકોટ શહેરની પ્રાઇવેટ હોસ્પિટલ તેમજ સરકારી હોસ્પિટલ એમ કુલ ૪૦ હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.

આ કેમ્પમાં પ્રેરણાદાયી ઉપસ્થિત તરીકે માન.શ્રી મોહનભાઇ કુંડરિયા-સંસદસભ્ય રાજકોટ, માન. ધનસુખભાઇ ભંડેરી-ચેરમેનશ્રી, ગુજરાત મ્યુની ફાયનાન્સ. બોર્ડ. માન.કમલેશભાઇ મીરાણી-પ્રમુખશ્રી રાજકોટ શહેર ભા.જ.પ. નીતિનભાઇ ભારદ્વાજ (પ્રદેશ ભાજપ અગ્રણી) તથા (કોર્પોરેટર વોર્ડનં. ૮) ગોવિંદભાઇ પટેલ (ધારાસભ્ય રાજકોટ) અરવિંદ રૈયાણી (ધારાસભ્ય) લાખાભાઇ સાગઠીયા (ધારાસભ્ય,  રાજકોટ) (ભાનુબેન બાબરીયા -રાષ્ટ્રીય મંત્રી અનુસુચિત જાતિ મોરચો) શ્રીમતી અંજલીબેન રૂપાણી (પ્રભારીશ્રી, રાજકોટ શહેર (પ્રભારીશ્રી, રાજકોટ શહેર ભા.જ.પ. મહિલા મોરચો, ભીખાભાઈ વસોયા -  પૂર્વ પ્રમુખ, રાજકોટ શહેર, ભા.જ.પ.  અશ્વિનભાઈ મોલીયા (ડે. મેયર, રાજકોટ મ્યુ. કો.),  દલસુખભાઈ જાગાણી (નેતા શાસક પક્ષ, રાજકોટ મ્યુ. કો.),  અજયભાઈ પરમાર (દંડક રાજકોટ મ્યુ. કો.),  જીતુભાઈ કોઠારી ( મહામંત્રી, રાજકોટ શહેર ભા.જ.પ.),  દેવાંગભાઈ માંકડ (મહામંત્રી, રાજકોટ શહેર ભા.જ.પ.),  કિશોરભાઈ રાઠોડ (મહામંત્રી શ્ર, રાજકોટ શહેર ભા.જ.પ.), માન. શ્રીમતી જાગૃતિબેન દ્યાડિયા - કોર્પોરેટરશ્રી વોર્ડ નં – ૮,  શ્રીમતી વિજયાબેન વાછાણી - કોર્પોરેટરશ્રી વોર્ડ નં – ૮, માન. શ્રી રાજુભાઈ અઘેરા - કોર્પોરેટરશ્રી વોર્ડ નં – ૮, માન. શ્રી મુકેશભાઈ રાઠોડ – મંત્રીશ્રી રાજકોટ  શહેર ભાજપ,  રદ્યુભાઈ ધોડકીયા  - મંત્રીશ્રી રાજકોટ  શહેર ભાજપ, નીતિનભાઈ ભુત – પ્રભારીશ્રી, વ્ર્રજલાલ એમ. પટેલ  - પ્રમુખશ્રી,રમેશભાઈ ચાવડીયા – મહામંત્રીશ્રી કાથડભાઈ  એ. ડાંગર  - મહામંત્રીતથા એસ્ટ્રોન સોસાયટી  કારોબારી સભ્યશ્રીઓ ઉપસ્થિત રહેશે.

(4:04 pm IST)