Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

કાલથી ત્રણ દિ'અર્બન શોપીંગ ફેસ્ટીવલ

મધર, બેબી અને કિડસ એકસ્પોનું પણ આયોજનઃ ૨૦૦થી વધુ સ્ટોલ્સમાં જવેલરી, વેડીંગ સાડી, ડિઝાઈનર વેર, ફેશન એસેસરીઝ સહિતની ઢગલાબંધ આઈટમો ઉપલબ્ધ બનશે

રાજકોટ,તા.૧૧: તા.૧૨ થી ૧૪ ઓકટોબર દરમ્યાન રાજકોટના આંગણે ભવ્ય લાઈફસ્ટાઈલ એકઝીબીશન અર્બન શોપીંગ ફેસ્ટીવલ યોજાઈ રહ્યુ છે. જેમાં સ્પેશયલ એટ્રેકશન- દિવાળી કલેકશન તેમજ ફેશન જવેલરીથી લઈને સહિતની તમામ શુભ પ્રસંગો તેમજ તહેવારોની ખરીદી માટેની તમામ આઈટમો અને આ પ્રસંગો તેમજ તહેવારોને અનુરૂપ ટુર્સ ટ્રાવેલ્સ જેવી ફેસેલીટીઝનો સમાવેશ થઈ રહયાનું યાદીમાં જણાવાયું છે.

 રાજકોટના રેસકોર્ષમાં યોજાઈ રહેલ આ અર્બન શોપીંગ ફેસ્ટીવલ એકઝીબીશનમાં લાઈફસ્ટાઈલની ભવ્ય આઈટમ્સ, જેમાં ફેશન જવેલરી, વેડીંગ સાડી, ડિઝાઈનર વેર, ફેશન એસેસરીઝ, ગારમેન્ટસ, બ્યુટી પાર્લર, ફુટવેર, કોસ્મેટીક, હેન્ડલુમ હેન્ડીક્રાફટ, હોમ ડેકોર, હેલ્થ પ્રોડકટ, કિડસ પ્રોડકટ ગીફટ આર્ટીકલ્સ વગેરેના ૨૦૦થી વધારે સ્ટોલનો સમાવેશ થાય છે.સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વાર ''અર્બન શોપીંગ ફેસ્ટીવલ''ની સાથો સાથ ''મધર, બેબી અને કિડસ ઓકસ્પો''નું પણ આયોજન થશે. જેમાં ૨૫ થી વધારે સ્ટોલમાં મેટરનીટી પ્રોડકટસ, બેબી પ્રોડકટસ, તેમજ કિડસ પ્રોડકટસનું પ્રદર્શન સહ વેચાણ થશે.આ અર્બન શોપીંગ ફેસ્ટીવલ એકઝીબીશનનો સમય સવારે ૧૦ વાગ્યાથી રાત્રીના ૯ વાગ્યા સુધીનો રહેશે. વધુ વિગતો માટે રોનક પટેલ મો.૭૨૨૬૦ ૯૦૯૦૯ અને દ્રષ્ટી વિઠલાણી મો.૮૧૨૮૧ ૨૮૧૧૦નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)(૩૦.૭)

(4:31 pm IST)