Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

બોલ રી કઠપુતલી... કાલે સંગીત સંધ્યા કાર્યક્રમ

એચપી મ્યુઝીકલ સ્ટુડિયો 'સ્વર સાધના'ના પાંચમા વર્ષના અંતે કાર્યક્રમઃ ગાયકો - ફાલ્ગુની પટેલ, વર્ષા ઠાકર, માયા મણીયાર, મેઘા પરીખ, ડો.અનિલ ત્રાંબડીયા, જનક રવેશીયા, કિશોર રાણપરા, અતુલ સંઘવી, દિપક જાની, શશીકાંત લુકા, એચ.પી. પટેલ અને વિપુલ બલદેવ

રાજકોટ : શહેર મધ્યે એચપી મ્યુઝીકલ સ્ટુડિઓ 'સ્વર સાધના'ના પાંચમા વર્ષના અંતે આવતીકાલે તા.૧૨ને શનિવારના સાંજના ૫:૪૫ કલાકે સીનીયર સીટીઝન્સ માટે જૂના તથા નવા ફિલ્મી ગીતોનો કરાઓકે આધારીત 'બોલ રી કઠપુતલી'ના શિર્ષક હેઠળ સંગીત સંધ્યાનું આયોજન ઈવનીંગ પોસ્ટ, સીનીયર સીટીઝન્સ પાર્ક, ચૌધરી હાઈસ્કુલ પાસે, જીલ્લા બેન્ક ભવનની બાજુમાં, પ્રભુકૃપા હોસ્પિટલ સામે રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.

'સ્વર સાધના' સ્ટુડિઓના પ્રમુખ નિવૃત પ્રાધ્યાપક એચ.પી. પટેલની અથાગ મહેનત, સતત માર્ગદર્શન સાથે તૈયાર થયેલા નવોદીત ગાયક કલાકારો ફાલ્ગુની પટેલ, વર્ષા ઠાકર, માયા મણીયાર, વડોદરા સ્થિત મેઘા પરીખ, બાળરોગ નિષ્ણાંત ડો.અનિલ ત્રાંબડીયા, જનક રવેશીયા, કિશોર રાણપરા, અતુલ સંઘવી, દિપક જાની, શશીકાન્ત લુકા, એચ.પી. પટેલ તથા વિપુલ બલદેવ, ગીતોની રમઝટ બોલાવશે.

આ સંગીત સંધ્યામાં આમંત્રિત સંગીત પ્રેમીઓને ઉમટી પડવા અને નવોદીત કલાકારના ઉત્સાહને પ્રોત્સાહિત કરવા આમંત્રણ અપાયુ છે.

આ કાર્યક્રમની સફળતા અંગે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા ઈવનીંગ પોસ્ટના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા તથા તેમની ટીમના તમામ કમીટી સભ્યોઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

સૂરસંગીતથી મઢેલા આહલાદક ગીતોની એક ઝલક, અરે યાર મેરી, તુમ ભી હો ગજબ, ગુન ગુના રહે હે ભવરે, બોલ રી કઠપુતળી, જીયા બેકરાર હૈ, મેરા પ્યાર ભી તુ હૈ, હમે ઔર જીને કી વિ. છે.

(3:53 pm IST)