Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

સરકારની સુચના બાદ રાજકોટ જીલ્લાના પુરવઠા નિગમના ૧૧ ગોડાઉનો પર દરોડાઃ રાજકોટમાં ગેરરિતી ઝડપાઇ

વધુ પડતો સ્ટોક- ખરીદી- જાવક- આવક- સહિતની તમામ બાબતો ચકાસવા આદેશોઃ ઘઉં-તેલ-મીઠુ-ચણાદાળમાં સ્ટોકમાં વધઘટ જણાઇઃ સફાઇનો પણ અભાવઃ કલેકટર કાલે રીપોર્ટ કરશે

રાજકોટ તા.૧૧: રાજ્ય સરકારે રાજકોટ સહિત રાજ્યભરના પૂરવઠા નિગમના ગોડાઉનો ઉપર દરોડો પાડવા ગઇકાલે બપોર બાદ આદેશ કરતા રાજકોટ શહેરના એક સહિત જીલ્લાના કુલ ૧૧ ગોડાઉનો ઉપર કલેકટર અને ડીએસઓની સૂચનાથી તમામ મામતદારો-ડે.કલેકટરો-પ્રાંત દ્વારા ધોંસ બોલાવઇ હતી, રાજકોટ તાલૂકા અને જીલ્લાના કોઇ ગોડાઉનમાં કશુ વાંધાજનક મળ્યું નથી, પણ રાજકોટમાં મોટી ગેરરિતી ઝડપાતા દરોડા પાડનાર અધીકારી સીટી પ્રાંત-૧ શ્રી ચૌહાણે કલેકટરને વિસ્તૃત રીપોર્ટ કરી દિધો છે, કલેકટર હવે સરકારમાં કાલે રીપોર્ટ કરશે.

સરકારે દરેક ગોડાઉનમાંં વધૂ પડતો સ્ટોક છે કે કેમ, સફાઇ, ખરીદી, આવક-જાવક સહિતની તમા મુખ્ય બાબતો ચકાસવા આદેશો કર્યા હતા.

રાજકોટમાં ગુજરાત રાજ્ય પુરવઠા નિગમનુ ગોડાઃનો પોપટપરામાં આવેલા છે, ત્યાં ગોડાઉન નંબર ૬/૧, ૬/ર, ૮/૧, ૭/૧, ૭/ર, ૧૧/૧/ર, ૧ર/૧, અને ૧૬માં સીટી પ્રાંત-૧ શ્રી ચૌહાણ ઉપરાંત ત્રણેય મામલતદારો પૂર્વ -પશ્ચિમ-દક્ષિણ દ્વારા મોડી રાત સુધી તપાસ ચલાવાઇ હતી.

જેમાં ઘઉં-મીઠૂ-તેલ-ચણાદાળમાં સ્ટોકમાં જબરી વધઘટ જોવા મળી હતી.

ઘઉંમાં ૬પ૧ કટા વધૂ હતા, સ્થળ ઉપર ન હતા, મીઠામાં સ્ટોકમાં ૩રર૬ કિલોની ઘટ જણાઇ હતી, તેલના ૯૭૭ પાઉચના સ્ટોકમાં ગોડાઉનમાં ન હોય, તેનો ખુલાસો પુછતા ઇસ્યુ થઇ ગયાનું કહેવાયુ હતું., તો ચણાદાળમાં ૩૮૮૧ કિલો સ્ટોક વધૂ જણાતા તે બાબત ગંભીર હોય આ તમામ બાબતે કલેકટરને સીટી પ્રાંત-૧ શ્રી ચૌહાણ દ્વારા રીપોર્ટ કરાયો છે.

(3:53 pm IST)